નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વધુ એકવાર લવજેહાદનો મામલો સામે આવ્યો છે. એક મુસ્લિમ બુટલેગર દ્વારા હિન્દૂ મહિલાનો શોષણ કર્યું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. બુટલેગર રઈશ મહીડા મહિલાનું શોષણ કરતો હોવાનું સામે આવ્યું છે.
નડિયાદના કુખ્યાત બુટલેગર રઈશ મહીડાએ હિન્દુ મહિલાનું ધાક ધમકીથી શોષણ કરતો હતો. પોલીસ ફરિયાદમાં પેરાલિસીસથી પીડિત નાગરિકના પત્નીનુ શારીરિક અને આર્થિક શોષણનો ચોકાવાનારો ઘટસ્ફોટ થયો છે. આ વિર્ધર્મી શખસે ફરસાણની દુકાન ધરાવતા પરિવારની દુકાન ચલાવતી મહિલાને ફસાવી હતી. મહિલાના પતી સાથે મુલાકાત કરી વિધર્મી રઈશ મહીડા ઘર સુધી પહોંચી ગયો હતો. તાજેતરમાં જ SMCના દરોડામાં મહીડાનો લાખોનો દારૂ ઝડપાયો હતો.
આરોપી રઈશ મહીડા ઉપર પાંચ પ્રોહી ગુના દાખલ છે. નડીયાદ પશ્ચિમ પોલીસમાં ભારે દબદબો ધરાવતો બુટલેગરનો વિસ્તારમાં ભારે ખોફ પણ છે. અનેક પ્રયત્નોના અંતે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળથી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. બુટલેગર નડિયાદ પશ્ચિમ પોલીસમાં ભારે દબદબો ધરાવતો હોવાથી મહિલાને ન્યાય મળે અને નિષ્પક્ષ તપાસ થાય તેવી મહિલા માગ કરી રહી છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.