કપડવંજના રાજપુર ગામે JCB પાણીમાં ફસાયું હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી અનુસાર, રાજપુર ગામે વાત્રક નદી પસાર કરતા JCB પાણીમાં ફસાઈ ગયું હતું. જેને લઈને સ્થાનિકો દ્વારા JCBને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવ્યું છે.
વાત્રક નદીની પાણીની સપાટીમાં વધારો થયો
મળતી માહિતી અનુસાર, વાત્રક નદી પસાર કરતા સમયે JCB પાણીમાં ફસાઈ ગયું હતું. વરસાદના કારણે વાત્રક નદીની પાણીની સપાટીમાં વધારો થયો છે. ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં JCB ફસાયું હતું.
JCB ચાલક કલાકોથી પાણીમાં ફસાયો
મહત્વનું કહી શકાય કે, JCB ચાલક કલાકોથી પાણીમાં ફસાયો હતો. જે બાદ સ્થાનિકો દ્વારા JCB ચાલકને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અચાનક પાણીનો પ્રવાહ વધી જવાના કારણે JCB પાણીમાં ફસાયું હતું.
ખોદેલા ખાડામાં કાર ફસાઈ
અગાઉ જસદણમાં ખોદેલા ખાડામાં કાર ફસાઈ હોવાનું સામે આવ્યું હતું. આટકોટ ભાદર નદી કોઝવે પાસે ખોદેલા ખાડામાં એક ઇકો કાર ફસાઈ હતી. જેમાં આટકોટ ભાદર નદી કાંઠેનાં કોઝવવે પાસે તાજેતરમાં નર્મદાની લાઈન નાખી હતી. ત્યારે ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરને અનેકવાર રજૂઆત કરી હતી છતાં કોન્ટ્રાક્ટર કામ પૂર્ણ કરી રફુ ચક્કર થઈ ગયા હોવાથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે.