એકતાનગર ખાતે સરદાર પટેલનો એક ફેટો વાયરલ થયો હતો, જેમાં સરદાર પટેલના પગના ભાગે તિરાડ પડી છે અને એવું કહેવામાં આવતું કે ગમે ત્યારે સ્ટેચ્યુ પડી શકશે.
ત્યારે આ વાત ખોટી હોવાને લઈને પોલીસે ફરિયાદ લઈ ગુનો નોંધ્યો હતો. દુનિયાની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ભારતભરમાં નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. હાલમાં તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક ફેટો વાયરલ થયો હતો. જેમાં જણાવાયું હતું કે સ્ટેચ્યુ ઓફ્ યુનિટીમાં તિરાડ પડી છે અને ગમે ત્યારે પડી શકે છે. આ ઘટના બાબતે એસઓયુ અધિકારીને જાણ થતાં સ્ટેચ્યુ ઓફ્ યુનિટી અંગે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ X પર કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર @RaGa4India નામના એકાઉન્ટ પરથી તા.8/9/2024 ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી. જે બાબતે SoUના નાયબ કલેકટર અભિષેક સિન્હાએ ફરિયાદ નોંધાવી હતી. ડીવાયએસપી સંજય શર્માએ જણાવ્યું હતું કે આ બાબતે ફરિયાદ મળતાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.