- 2047માં ભારત વિકસિત રાષ્ટ્ર બને એ દિશામાં
- આગામી 10 વર્ષમાં ભારતનો આર્થિક ગ્રોથ 5 ટ્રિલિયન થશે
- ભારતને આર્થિક સદ્ધરતા વધારવા ઈકોનોમી ગ્રોથ માટે જરૂરી ચર્ચા કરવામાં આવી
ધ ઈન્સ્ટિટયૂટ ઓફ્ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ્ ઈન્ડિયા (ICMAI) 61મું નેશનલ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સનું ત્રિદિવસીય કન્વેન્શન નર્મદા જિલ્લાના કેવડીયા એકતાનગર ખાતે આયોજન કરાયું હતું.
ઈન્સ્ટિટયૂટ ઓફ્ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ્ ઈન્ડિયા (ICMAI) 61મું નેશનલ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સનું ત્રિદિવસીય કન્વેન્શન નર્મદા જિલ્લાના કેવડીયા એકતાનગર ખાતે નર્મદા ટેન્ટ સિટી 2 ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ICMAIની સમગ્ર ટીમ અને ભારતના તજજ્ઞો અર્થશાસ્ત્ર્રીઓ જોડાયા હતા.
કેવડિયા એકતાનગર ખાતે મળેલા 61 મા NCMAC ની ત્રિદિવસીય શિબિરમાં મુખ્ય વિષય વિકસીત ભારત 2047 રાખવામાં આવ્યો હતો. અને સંકલ્પથી સિદ્ધિ માટે સંકલન ઉત્પ્રેરક કરવું છે જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047માં સ્વતંત્રતાના 100મા વર્ષે ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાના વિઝનને અનુરૂપ દેશની આર્થિક સંસ્થાઓ ભેગી મળીને ભારતના ઉત્કર્ષ માટે ચર્ચા કરવામાં આવી છે. ભારતને આર્થિક સદ્ધરતા વધારવા ઈકોનોમી ગ્રોથ માટે જરૂરી ચર્ચા કરવામાં આવી અને ત્રિદિવસીય શિબિરમાં થયેલ ચર્ચા નો રિપોર્ટ બનાવી સરકાર સાથે કેવા સુધારા વધારા કરવા. આ સાથે 2047 માં વિકસિત ભારત કેવીરીતે બનાવવું જેનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે NCMAC- 24 વિકસિત ભારત 2047ની થીમ પર આ શિબિર માં 400 થી વધુ અર્થ વિદ્વાનો જુદી જુદી સંસ્થાઓમાંથી હાજર રહ્યા હતા. ત્રણ દિવસ દરમ્યાન ભારતના આર્થિક વિકાસ, નવીનતા, સ્થિરતા અને વૃદ્ધિ કરવી, ભારતને વિકસીત ભારત તરફ્ આગળ વધારવા માટે જરૂરી વિઝન સાથે ટીમ આગળ વધી રહી છે.