- હેપ્પી ફેસીસ ફઉન્ડેશનમાં કામ કરતી મહિલાઓને રોજગારી મળશે
- જેના ભાગરૂપે એકતાનગર રેલવે સ્ટેશન ખાતે પણ આવો સ્ટોર શરૂ કરવામાં આવ્યો હતો.
- નર્મદા જિલ્લાના એકતાનગર રેલવે સ્ટેશન પાસે સ્થાનિકોને પોતાની પ્રોડક્ટ વેચી શકે તે માટે વન સ્ટેશન સ્ટોર શરૂ કરવામાં આવ્યો
દેશના રેલવે વિભાગ દ્વારા વન સ્ટેશન વન પ્રોડક્ટનું અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને સૂચનથી શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે એકતાનગર રેલવે સ્ટેશન ખાતે પણ આવો સ્ટોર શરૂ કરવામાં આવ્યો હતો.
જેથી ને અહીંયા આવતા દૂર દૂરથી આવતા પ્રવાસીઓ અહીંયાની લોકલ વરીસ્તુઓ ખરીદે અને લોકલને રોજગારી મળી શકે. આજથી એકતાનગર રેલવે સ્ટેશન પાસે રેલવે વિભાગ દ્વારા વન સ્ટેશન વન પ્રોડક્ટનો સ્ટોર શરૂ કરવામાં આવ્યો હતો. સ્થાનિક આદિવાસી સમાજને રોજગારી મળે તે હેતુંથી રેલવે વિભાગ દ્વારા નજીવા દરના ભાડે આ સ્ટોર આપવામાં આવે છે. જેની શરૂઆત આજે એકતાનગર રેલવે સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવતાં લોકલ સામાજિક સંસ્થા હેપ્પી ફેસીસ ફઉન્ડેશનમાં કામ કરતી મહિલાઓ અંતરિયાળ વેચાણ હાથ બનાવટની ગુથણના મોબાઈલ કવર, બેગ, મીણબત્તી બનાવે તેઓને આ પ્લેટફેર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ રેલવે વિભાગના કોમર્શિયલ ઇન્સ્પેક્ટર વિશાલ સક્સેના, પશ્ચિમ રેલવેના સલાહકાર સમિતિના મેમ્બર ડો રાહુલ પટેલ રેલવેના સ્ટાફ્ સહિત સ્થાનીક મહીલાઓ ઉપસ્થિત રહયા હતા.