Kapadvanj: દહીયપ પાસેની કેનાલનું ચોમાસા પૂર્વે સમારકામ કરો

0
7

કપડવંજ તાલુકાના દહીયપ,નવાપુરા અને દુજેવાર ગામના ખેડૂતોની માંગણી છે કે નર્મદા મુખ્ય કેનાલમાંથી લસુન્દ્રા ગેટથી સનાલી શાખા નીકળે છે.જેમાંથી સનાલી શાખામાંથી દહીયપ ડિસ્ટ્રીક કેનાલ આવેલ છે.અને જેમાંથી અનારા માઇનોર 2 કેનાલ નીકળેલ છે.જેમાં દહીંયપ ડિસ્ટ્રીક કેનાલમાં જંગલ કટીંગ,માટીકામ અને લાઇનિંગ નું કામ અંદાજે 600 મીટરનુ કામ કરવાનું બાકી રાખ્યું છે.

તેમજ અનારા માઈનોર 2 માં અંદાજિત ચાર કિલોમીટર જંગલ કટીંગ માટીકામ અને લાઈન્ડીંગનું કામ કરવાનું કહ્યું હતું પરંતુ મંડળીના ચેરમેન દ્વારા અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કામ કરવામાં આવ્યું નથી.સંબંધિત તંત્ર દ્વારા માર્ચ-2025ના છેલ્લા અઠવાડિયામાં કામ કરવાનું તંત્રએ કહ્યું હતું.પરંતુ એપ્રિલ-2025, મે-2025 સુધી ઉપરોક્ત કોઈ કામ કરવામાં આવ્યું નથી.જેથી ખેડૂતોને ખરીફ્ સીઝનનો પાક પકવવામાં મુશ્કેલી પડે તેમ છે જેની અંદાજિત 400 થી 600 હેક્ટર જમીન પડતર રહે તેવી પરિસ્થિતિ ઉભી થાય તેમ છે.તેમજ કેનાલ ઉપર કોઠીઓ પણ સાફ્ કરવામાં આવી નથી. તો તંત્ર દ્વારા સત્વરે આ કામ ચોમાસુ બેસે એ પહેલા કરવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતોની માંગણી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here