- ગાંધીનગર જિલ્લાના કલોલમાં અરવિંદ મિલના કામદારોએ હડતાળ પાડી
- અનેકવાર પગાર વધારાની રજૂઆત છતાં વધારો ન અપાતા ભર્યું પગલું
- પગાર વધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનું એલાન
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર પાસે આવેલી અરવિંદ મિલના કામદારો પગાર વધારાને લઈ હડતાળ પાડી છે. મિલમાં કામ કરતા કામદારોએ ઉપરના લેવલે અનેકવાર પગાર વધારની રજૂઆત કરવા છતાં વધારો ન કરતા આખરે મોટી સંખ્યામાં કર્મચારીઓ અરવિંદ મિલના દરવાજા બહાર બેસી હડતાળ પાડી હતી. જો કે કર્મચારીઓની પગાર વધારાની માંગને મિલ મેનેજમેન્ટે ન સંતાષતા આખરે કામદારોએ હડતાળ પાડી હતી. વધુમાં કામદારોના દૈનિક વેતનમાં વધારો નહિ કરવામાં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની કામદારોએ જાહેરાત કરી હતી.
અરવિંદ મિલમાં કામ કરતા કામદારો પોતાના પગાર વધારાને લઈ અવારનવાર રજૂઆત કરી ચુક્યા છે છતાં કોઈ સંતોષકારક જવાબ અને પગાર વધારાનું પગલું ન લેવાતા આખરે કંટાળીને કામદારોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. જેથી મિલમાં કામ કરતા કામદારો મોટી સંખ્યામાં એકઠા થઈ ગેટ આગળ જ બેસી જઈ હડતાળ પાડી દીધી હતી