કાલોલ- શૈક્ષણિક સત્ર 2025/26માં પ્રવેશપાત્ર વિધાર્થીઓના પ્રિ એનરોલમેન્ટ સર્વે માટે આરટીઇ કાયદા ,2009 અને તે અન્વયેના નિયમો મુજબ પ્રવેશપાત્ર હોય તેવા તથા શિક્ષણથી વંચિત 5 થી 14 વર્ષના તમામ બાળકોનું ટ્રેકિંગ કરી 100% નામાંકન તથા 100% ટ્રાન્ઝીશન થાય અને ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓનું શાળામાં પુનઃ સ્થાપન થાય તે સુનિશ્વિત કરાયું છે.
તે અંતર્ગત બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવેલ છે. તેઓ દ્વારા બાકરોલ ગામની જાહેર સંસ્થાઓ પર શાળા પ્રવેશ જાહેરાત મૂકાઈ છે ,શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ અને ગ્રામજનોની રૂબરૂ મુલાકાત, વાલીમીટીંગ, સતત લોકસંપર્ક કરાયો છે. આંગણવાડીઓમાં રૂબરૂ મુલાકાત લઇને પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓના વાલીઓની મિટિંગ કરી શિક્ષણનું મહત્વ સમજાવાયું હતું. સમાજ પોતાના બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત થાય અને તમામ બાળકોને તેઓ 100% નામાંકન માટે શિક્ષકો દ્વારા ઘેર ઘેર જઈને પ્રવેશપાત્ર વિધાર્થીનું સર્વે કરાયું હતું.