- ચાલક ગોંડલ માણસોને મુકવા માટે ગયો હતો
- ડ્રાઈવર સાથે બેઠેલા તેના એક સાથી મિત્રને ગંભીર ઈજા થઈ
- કાલોલના મલાવ રોડ સ્થિત દોલતપુરા ગામ પાસેના નાળા પાસેથી પલટી ખાઈ ગયેલી ગાડી તસવીરમાં દ્રશ્યમાન થાય છે.
દોલતપુરા ગામના નાળા પરથી ગાડી પલ્ટી મારતાં ચાલકનું મોત નિપજ્યું હતું. કાલોલ-હાલોલ હાઈવે ચોકડી નજીકના દોલતપુરા ગામ પાસે રવિવારે સવારે પાંચ વાગ્યાની આસપાસના સુમારે નાળા પરથી પસાર થતા સમયે એક તુફન ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા નાળાનું સ્ટ્રકચર તોડીને ગાડી રોડથી નીચે ફેંકાઇને નાળામાં ચત્તીપાટ પડી હતી. અકસ્માતનો ભોગ બનેલ ગાડીનો ચાલક મધ્યપ્રદેશના અલીરાજપુરનો વતની હોવાનું જાણવા મળે છે, જે પાછલા દિવસે ગોંડલ માણસોને મુકવા માટે ગયો હોય ગોંડલથી પરત ફ્રતાં કાલોલના દોલતપુરા ગામ નજીક ગાડી પલ્ટી ખાઇ જતાં ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે ગાડીના ડ્રાઈવર સાથે બેઠેલા તેના એક સાથી મિત્રને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર અકસ્માત ઘટના અંગે કાલોલ પોલીસને જાણ થતાં પોલીસે મૃતકની લાશને રેફરલ હોસ્પિટલ ખાતે મૂકી આગળની તપાસ હાથ ધરી છે.