- મતદાર પાસે જ મતદાન કુટીર સાથેની વ્યવસ્થા પૂરી પાડી
- વ્યાસડા ગામમાં 98 વર્ષિય વયોવૃદ્ધ નાગરિકે મતદાન કર્યુ
- વયોવૃદ્ધ માટે મતદાન કુટીર સાથેની અલગ એવી અસરકારક વ્યવસ્થા પુરી પાડવામાં આવી
દેશમાં 18મી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ ચાલી રહી છે જેમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીને અનુલક્ષીને જે મતદારો મતદાન કેન્દ્ર સુધી પહોંચી ના શકે તેવા દિવ્યાંગ તેમજ 85 વર્ષથી વધુ વયના વયોવૃદ્ધ નાગરિક મતદારોને ઘર બેઠા જ મતદાન કરી શકે તેમ મતદાર પાસે જ મતદાન કુટીર સાથેની અલગ એવી અસરકારક વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે. જે અભિગમને આધારે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાલોલ શહેર અને તાલુકાના મતદાન કેન્દ્ર સુધી પહોંચી ના શકે અને ઘેરબેઠાં મતદાન કરવા પાત્ર મતદારોના સંમતિ પત્રક મુજબ નોંધાયેલા 44 મતદારો માટે બે દિવસ ફાળવાયા હતા.
આ બે દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા ફળવવામાં આવેલા ચુંટણી પ્રક્રિયા મુજબના ચુંટણી અધિકારી, માઈક્રો ઓબ્ઝર્વર, સહકર્મી, પોલીસ કર્મીઓ અને વિડિયોગ્રાફી સહિતના ચુંટણી કર્મીઓએ નોંધાયેલા મતદારોના ઘેર ઘેર પહોંચીને ઘરમાં જ ગુપ્ત મતદાન કુટીરની વ્યવસ્થા કરી બેલેટ પેપરના માધ્યમથી મતદાન કરાવ્યું હતું. આમ કાલોલ તાલુકા વિસ્તારમાં બે દિવસોમાં 44 પૈકી 41 મતદારોએ ઘેર બેઠાં બેલેટ પેપર દ્વારા મતદાનનો લાભ લીધો હતો. જોકે નોંધાયેલા 44 મતદારો પૈકી 2 મતદારોનું મરણ અને 1 મતદારની બિન ઉપસ્થિત (સ્થળાંતર )કારણે ત્રણ વ્યક્તિઓનું મતદાન નોંધાયું નથી.