- રૂા. 20 લાખનો મુદામાલ કબ્જે કરી ટ્રેકટર માલિકો સામે કાર્યવાહી
- લાખોનો મુદામાલ કબ્જે કરી ટ્રેકટર માલિકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી
- કરીને સરકારી તિજોરીઓને પણ કરોડો રૂપિયાનું નુકશાન
કાલોલ તાલુકાના સગનપુરા ગામની સીમમાં આવેલ ગોમા નદીમાં બેફમપણે ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન અંગે શુક્રવારે સવારે પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગે છાપો મારીને ચાર વાહનો સાથે રૂપિયા 20 લાખનો મુદામાલ કબ્જે કરી ટ્રેકટર માલિકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના સગનપુરા ગામની સીમમાં આવેલ ગોમા નદીમાં પાછલા ઘણા સમયથી રેતી ખનન કરીને સ્ટોક કરવા સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમે છે, જ્યાં નદીમાં જેસીબી દ્વારા રેતી ખનન કરીને ટ્રેક્ટરો મારફ્તે રેતી વહન કરી જતાં હોય છે.
તંત્રની ઉદાસીનતાને પગલે સમગ્ર ગોમા નદી પટ વિસ્તારમાં ખનન માફ્યિાઓએ રેતી ખનન કરીને સરકારી તિજોરીઓને પણ કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડી રહ્યા છે. જે મધ્યે શુક્રવારે સવારે પંચમહાલ જિલ્લા ખાણ-ખનીજ વિભાગે અચાનક હરકતમાં આવીને સગનપુરા અલાલી વિસ્તારમાં છાપો મારતાં નદી પટમાં ગેરકાયદે રેતી ખોદકામ અને વહન કરી જતાં ચાર ટ્રેક્ટરસહિત કુલ રૂ. 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ઝડપાયેલા ચાર ટ્રેક્ટરો ચાલકો સામે કાયદેસરની રાહે દંડનીય કાર્યવાહી હાથ ધરેલ છે.