Kadi પેટાચૂંટણીમાં વિજય વિશ્વાસ સમેલનમાં પૂ. મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો જીતનો હુંકાર…

    0
    10

    મહેસાણાના કડીમાં વિધાસભા પેટા ચૂંટણીનો જંગ ખેલાશે, જેમાં કોંગ્રેસ, ભાજપ અને આપ સહિતનાઓએ પોતાના ઉમેદવારોને ઉતાર્યા છે. તો કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે.ત્યારે કડીમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલ્લન યોજવામાં આવ્યું છે. જેમાં ભાજપ પાર્ટીના મોટા નેતાઓ નીતિન પટેલ,ઋષિકેશ પટેલ જેવા પ્રદેશના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.

    વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપ નેતાઓ હાજર

    કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા ઉમેદવારી ફોર્મ ભરવાના છે. તો ઉમેદવારી ફોર્મ ભરવા પહેલા ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવેલ છે. જે વિજય વિશ્વાસ સમેલનમાં મંત્રી ઋષિકેશ પટેલે કડીમાં ભાજપ પ્રચંડ બહુમતીથી જીત મેળવશે તેવો જીતનો હુંકાર કર્યો હતો.તો પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે સંમેલનમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરીને ઉત્સાહ વધાર્યો હતો.

    નિતિન પટેલ અને ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું

    વિશ્વાસ સંમેલનમાં પોતાનું સંબોધન આપતા નીતિન પટેલે જણાવ્યું કે, આપણે બધાએ એક થઈને લડવાનું છે.મનભેદ ભૂલીને ભાજપને જીત અપાવવાનો પ્રયાસ કરવાનો છે.તેમજ આ પેટા ચૂંટણીમાં ભાજપને જીતાડવાનો પ્રયાસ કરવાનો છે. તેમજ તેઓએ રાજેન્દ્ર ચાવડા વિશે જણાવ્યું કે, તેઓ ખૂબ જ જૂના અને પાયાના કાર્યકર છે.તો કડીની પેટાચૂંટણીમાં આપ ઉમેદવાર જગદીશ ચાવડાએ ઉમેદવારી નોંધાવી છે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે.ત્યારે હવે વિસાવદર અને કડીમાં ત્રિપાંખિયા જંગમાં કોણ બાજી મારશે. તે જોવાનું રહ્યું.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here