Kadi Visavadar by elections result live updates – કડી અને વિસાવદર પેટા ચૂંટણીની મતગણતરી ભાજપ, આપ, કોંગ્રેસ

0
7

વિસાવદર બેઠક પર આપના ગોપાલ ઇટાલિયાની જીત

વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીના 21 રાઉન્ડ બાદ આપનો ભવ્ય વિજય થયો છે. 21 રાઉન્ડમાં ભાજપને 58,325, કોંગ્રેસને 5491 મત મળ્યા છે. જ્યારે આપને 75, 906 મત મળ્યા છે. આપના ગોપાલ ઇટાલિયાનો 17,581 મતથી વિજય થયો છે.

કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની રેકોર્ડ બ્રેક જીત

કડી વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની 38904 મતોથી જીત થઈ છે. કડી વિધાનસભા બેઠક ની મત ગણતરી પૂર્ણ થઈ છે. ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો રેકોર્ડ બ્રેક લીડથી રાજેન્દ્ર ચાવડા વિજયી બન્યા છે. ભાજપને 98,836 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા છે. આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3077 મત મળ્યા છે. જ્યારે નોટાને 1692 મત મળ્યા છે.

કડીમાં ભાજપે લીડના તમામ રેકોર્ડ તોડ્યા

કડી વિધાનસભા બેઠક ઉપર ભાજપના રાજેન્દ્ર ચાવડાએ તમામ રેકોર્ડ તોડ્યા છે. કડી વિધાનસભા બેઠક ઉપર તેમણે રેકોર્ડ બ્રેક લીડ મેળવી છે. 17માં રાઉન્ડમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા 37,424 કરતા વધુ મતથી આગળ છે.

વિસાવદમાં આપ 14 હજારથી આગળ 

વિસાવદર વિધાનસભા બેઠકના 17 રાઉન્ડના અંતે આપ આગળ આવી ગયું છે. હાલ ભાજપને 47745 મત, કોંગ્રેસના 4580 મત, આપને 62151 મત મળ્યા છે. આપને અહીં 14 406 મતથી આગળ છે.

આપ 10 હજાર મતથી આગળ

વિસાવદર વિધાનસભામાં 14મા રાઉન્ડના અંતે પરિણામ – ભાજપને 40042 મત, કોંગ્રેસને 4133 મત, આપમાં 50676 મત આવ્યા છે. જેમાં આપ 10634 મતથી આપ આગળ છે. હાલ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે. આપના કાર્યકર્તાઓ હાલ ઉજવણી કરી રહ્યા છે.

કડીમાં ભાજપ આગળ

તો બીજી બાજુ કડીમાં ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. 12માં રાઉન્ડના અંતે લીડ વધી છે. 27 હજારથી વધુ મતની લીડ સાથે રાજેન્દ્ર ચાવડા આગળ છે. કડીમાં 9 રાઉન્ડ બાકી છે પરંતુ ભાજપની જીત નિશ્વિત દેખાઈ રહી છે.

વિસાવદરમાં પરિણામ બદલાશે?

વિસાવદર પેટાચૂંટણીમાં 16 ઉમેદવારો મેદાનમાં છે. જોકે તેમાંથી 12 તો એવા હતા જેઓ વિસાવદર વિધાનસભામાં મતદાતા તરીકે નોંધાયેલા નહોતા. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને પહેલાથી જ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ત્યાર પછી ભાજપે કિરીટ પટેલ અને કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતાર્યા હતા. નોંધનીય છે કે, ગુજરાતીઓની નજર આ બેઠકના પરિણામ પર રહેશે. કારણ કે, આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીના પદ પરથી રાજીનામું આપવાના પગલે વિસાવદર બેઠક ખાલી પડી હતી.

2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ વિજેતા થયા હતા પરંતુ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી ગઈ હતી. બાદમાં ભાજપના હર્ષદ રીબડીયાએ તેમના વિરુદ્ધ ચૂંટણી ગેરરીતિની પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરી હતી. આ પિટિશનના કારણે વિસાવદર પર પેટા ચૂંટણી અટકી હતી. ભાજપ જો આ બેઠક જીતવામાં સફળ થશે તો તેનો 17 વર્ષની રાહ પૂરી થશે. તો બીજી બાજુ ગોપાલ ઇટાલિયા જીતે તો ગુજરાતમાં ફરી આમ આદમી પાર્ટી માટે આશાની કિરણ ઉગી શકે છે.

કડીમાં કોણ મારશે બાજી?

કડી વિધાનસભાની વાત કરીએ તો તેમાં છ ઉમેદવારો મેદાને છે, એટલે કે ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા. આ ઉપરાંત અન્ય ત્રણ ઉમેદવારો મેદાને છે. કડી વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું ગત ફેબ્રુઆરી 2025માં અવસાન થયું હતું. ત્યારથી આ બેઠક ખાલી પડી છે. કડી બેઠકને ગુજરાત ભાજપનો ગઢ માનવામાં આવે છે. જોકે, આ વખતે કેવું પરિણામ આવશે તે તો મતદાન પછી જ ખબર પડશે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here