
કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુક્યું છે. બીજી તરફ કડીમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતાં. ચૂંટણીને લઈને ભાજપની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં નીતિન પટેલ, મહામંત્રી રજની પટેલ, સાંસદ મયંક નાયક, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતાં. આ બેઠકમાં ચૂંટણી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ એક સભા યોજાઈ
ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ એક સભા યોજાઈ હતી જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, તમે જુઓ 1990 પહેલા કડી કેવું હતુ અને આજે કેવું છે. સ્વ.ધારાસભ્ય કરસનભાઈનું બીમારીને કારણે અવસાન થયું હોવાથી થોડો સમય વિકાસ યાત્રા અટકી છે.કડીના તમામ ગામોમાં સહકાર મળી રહ્યો છે. બક્ષી પંચના અનેક કાર્યકરો આજે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે.
નર્મદાની કેનાલોનો સૌથી વધુ લાભ કડી તાલુકાને થયો
નર્મદાની કેનાલોનો સૌથી વધુ લાભ કડી તાલુકાને થયો છે. નર્મદાનું ફિલ્ટર પાણી કડી વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે. પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ કાર્યક્રમ પહેલાની અમારી બેઠકમાં કડી માટે આનંદના સમાચાર આપ્યા છે. મુખ્યપ્રધાને 272 કરોડથી વધુના રસ્તાના કામો કડી વિસ્તારના મંજૂર કર્યા છે. હવે અહીં કોંગ્રેસ આવશે તો શું લઈને આવશે.
68થી વધુ દાવેદારોએ દાવેદારી કરી
કડી બેઠક પર ગઈકાલે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં 68થી વધુ દાવેદારોએ દાવેદારી કરી હતી. કડી બેઠક પર સરદાર વલ્લભભાઈ પટેલ નામની પાર્ટીમાંથી એક ઉમેદવારે ફોર્મ ભર્યું છે. આ ઉપરાંત લોક ગાયિકા કાજલ મહેરિયાએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કડી બેઠક પર અભિનેતા હિતુ કનોડિયાએ પણ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. હવે ભાજપનું પાર્લામેન્ટરી બોર્ડ કોને ટીકિટ આપે છે એ જોવુ રહ્યું.
[ad_1]
Source link