ગીર જંગલ બોર્ડર વિસ્તારના આવેલા ખેતરોમાં વન્ય પ્રાણીઓની રંજાડથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે અને રાત્રિના સમયે પોતાના મહામૂલા પાકની રક્ષા કરવા માટે ખેતરે જવું પડે છે.હાથમાં લાકડી ટોર્ચ અને થેલો લઈને પ્રવાસે નથી જતા પરંતુ આ લોકો છે ખેડૂતો અને પોતાના ખેતરની રક્ષા માટે જાય છે.
ખેતરમાં જઈને કરે છે ચોકીદારી
શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે ખેતરે જાય છે. આખી રાત ખેતરને ફરતે ચોકીદારી કરશે અને કોઈ જંગલી જાનવર ખેતરમાં ઘૂસીને પાકને નુકસાન ન કરે તે માટે પહેરો ભરશે જંગલ વિસ્તારની આજુબાજુમાં આવેલા ખેતરોમાં વન્ય પ્રાણીઓ ઘુસીને પાકને બરબાદ કરી દેતા હોય છે ખેડૂત દ્વારા મહામુસીબતે તૈયાર કરેલો પાક વન્ય પ્રાણીઓ બરબાદ કરી દેતા હોય તો તેને પોતાનું ગુજરાત ચલાવવા માટે કશું જ બચતું નથી જેથી પોતાના પાકને નુકસાન ન જાય તે માટે હાજા ગગડાવી દે તેવી ઠંડીમાં પણ ખેતરે જઈને ચોકીદારી કરે છે.
સિંહો આવે છે ખેતરમાં
વિશ્વમાં એશિયાટીક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન એટલે ગીર જંગલ વિસ્તાર ગુજરાતનું ગૌરવ સૌરાષ્ટ્રના 20000 ચોરસ કિમી વિસ્તારમાં મુક્તપણે વિચરણ કરે છે.એક આંકડાકીય સર્વેને મુજબ જોઈતો 614 સિંહોની વસ્તી છે.તેમજ સમગ્ર રાજ્યમાં દીપડાઓની સંખ્યા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે સૌરાષ્ટ્ર સહિતના ઘણા વિસ્તારોમાં દીપડાઓ નો વસવાટ છે ત્યારે જંગલમાં વસતા પ્રાણીઓ જેવા કે નીલગાય જંગલી સુવર સહિતના વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં જંગલ નજીક આવેલા ખેતરોમાં ઘૂસી જાય છે અને મહામૂલો ખેડૂતોનો પાક ને બરબાદ કરી નાખે છે.
ઠંડીમાં રાત્રે રહેવુ પડે છે ખેતરમાં
પોતાના પાકને બચાવવા માટે આજુબાજુના ખેતરોમાં રાતવાસો કરી રહેલા ખેડૂતો ભેગા થઈને તાપણાં કરી આખી રાત ઠંડીમાં વિતાવે છે.અને વચ્ચે વચ્ચે ખેતરની ફરતે ચક્કર મારી કોઈ વન્ય પ્રાણી ચડી તો નથી આવી ને તે પણ જોતા રહે છે.મધ્યરાત્રીએ અચાનક જ ખેતરમાંથી અવાજ આવતા ખેડૂત સજાગ થઈ અને ચારે તરફ ટોર્ચ મારફત ચેકીંગ કરે છે કે કોઈ જંગલી જનાવર ખેતરમાં આવી તો નથી ગયું ને જો જનાવર ચડી આવ્યું હોય તો વિવિધ અવાજો કરી તેમને હાંક કાઢવાના પ્રયાસો પણ કરવામાં આવે છે.શિયાળાની ઠંડી અને તાપમાનમાં પણ સાતથી આઠ ડિગ્રી વચ્ચે આખી રાત ખુલ્લા ખેતરમાં વિતાવે છે.
જંગલ વિસ્તારમાં આ સ્થિતિ
આ પરિસ્થિતિ માત્ર જુનાગઢ જિલ્લાની જ નહીં પરંતુ મોટાભાગના જે જંગલો આજુબાજુમાં આવેલા ખેતરો હોય છે તે ખેતરોના ખેડૂતોની છે માત્ર ગીર જંગલના જ વન્ય પ્રાણીઓ ખેતીને નુકસાન કરે છે તેવું નથી પરંતુ સમગ્ર રાજ્યમાં જંગલ વિસ્તાર માંથી જંગલી પ્રાણીઓ ખેતરોમાં કે માનવ વસાહતમાં ચડી આવતા હોવાની અનેક ઘટનાઓ બની છે.
તુવેર સહિતના પાક તૈયાર થઈ ગયા
જેમાં જૂનાગઢ જિલ્લામાં મગફળી સોયાબીન તુવેર સહિતના પાકો મહત્વના છે ત્યારે હાલ પાકની પરિસ્થિતિ જોઈએ તો પાક મોટાભાગે તૈયાર થઈ ગયો છે અને તેની ઊંચાઈ ઉપર છે ત્યારે સિંહ દીપડા જેવા હિંસક પ્રાણીઓ આ પાકની વચ્ચે જઈને છુપાયા હોવાની પણ ઘટનાઓ બને છે અને ભયના ઓથાર નીચે ખેડૂતો પોતાના ખેતરની અને પાકની રક્ષા કરતા નજરે પડે છે.હિન્દી સાહિત્યના સૌથી મોટા લેખક અને સાહિત્યકાર મુનશી પ્રેમચંદ ની એક વાર્તા ને અનુસરતો એક કિસ્સો પણ અહીં જોવા મળ્યો હતો.ખેડૂતો પોતાના ખેતરની રક્ષા કરવા માટે રાત્રિના સમયે પોતાની સાથે શ્વાનને પણ લઈ જતા હોય છે.
પાકના રક્ષણની ખેડૂતો કરે છે માંગ
આશ્ચર્યની વાત એ છે કે ખેતરના રક્ષણ માટે શ્વાન આ અંગે જ્યારે ખેડૂતો પાસેથી જાણકારી મેળવી ત્યારે થયું કે શ્વાન પોતાના માલિકની સાથે સાથે માલિક ખેતર પ્રત્યે પણ ખૂબ જ વફાદાર હોય છે રાત્રિના સમયે ખેડૂતો પોતાના પાળતૂ પ્રાણીઓને લઈ જેવા પાછળનું એક જ કારણ છે કે સ્વાન પાસે રહેલી ગંધ પારખવાની શક્તિથી ખેતરમાં કોઈ વન્યપ્રાણી આવી ચડે તો તે તેના માલિકને સાંકેત આપી સજાગ કરે છે.ખેડૂતો પોતાના પાકના રક્ષણ માટે માત્ર માંગણી કરી રહ્યા છે કે જો સરકાર સહાય કરે અને ખેતરને ફરતે ઝાળી ફીટ કરાવી આપે તો ખેડૂતોને ફાયદો થશે..