જૂનાગઢમાં ટેકના ભાવે મગફળી ખરીદીમાં ગેરરીતિ સામે આવી છે. માળિયાહાટીનામાં ટેકના ભાવે મગફળી ખરીદીમાં અંદાજિત રૂપિયા 20 લાખની ગેરરીતિ થઇ હોય તેવું ચર્ચાઇ રહ્યું છે.
સંદેશ ન્યુઝ દ્વારા રિયાલિટી ચેકમાં માળિયાહાટીનામાં ટેકના ભાવે મગફળી ખરીદીમાં અંદાજિત રૂપિયા 20 લાખની ગેરરીતિ સામે આવી છે. 6000 ખેડૂતોની નોંધણી થઈ છે. જેમાં બારદાન દીઠ 300 ગ્રામ મગફળીની ખરીદી વધુ કરાય છે. એક ખેડૂત દીઠ અંદાજે ત્રણ કિલો વધુ ખરીદી કરાય છે. અંદાજિત રૂપિયા 20 લાખની ગેરરીતી સામે આવી છે. એક જ તાલુકામાં ત્રણ સેન્ટર કાર્યરત છે, જેમાં માળીયાહાટીના તાલુકામાં માત્ર એક જ સેન્ટર ઉપર ગેરરીતિ થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
જુનાગઢ જીલ્લો મગફળી કૌભાંડ માટે એપી સેન્ટર છે. દર વર્ષે મગફળી ખરીદોમાં થતી ગેરરીતિ સામે અનેક કાળાદાવાઓ કરવામાં આવે છે. માંગરોળ બાદ માળિયામાં પણ મગફળીમાં ગેરરીતી સામે આવી છે. વીરડી સેવા સહકારી મંડળી દ્વારા ખરીદી કરવામાં આવે છે. બારદાનના 700 ગ્રામ વજન સામે 300 ગ્રામ વધુ ખરીદી કરાય છે. ગુજકોમાંસોલના અધિકારી દ્વારા પણ ગેરરીતી સ્વીકારાઈ છે.