જૂનાગઢની ગિરનારની લીલી પરિક્રમામાં આ વર્ષે આશરે 8 લાખથી વધુ લોકોએ પૂર્ણ કરી છે. પરંતુ ખાસ તો પરિક્રમાના 36 કિલોમિટરના રૂટ પર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો કચરો જોવા મળ્યો હતો.
માવાના કાગળો અને પ્લાસ્ટિકના ઝભલા અને કોથળીઓનો જમાવડો
જંગલમાં પ્લાસ્ટિક જતું અટકાવવામાં વહિવટી તંત્રની નિષ્ફળતા સામે આવી છે. પરિક્રમાના આખા રસ્તા ઉપર માવાના કાગળો અને પ્લાસ્ટિકના ઝભલા અને કોથળીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં હાઈકોર્ટની ફટકાર બાદ પણ તંત્ર દ્વારા કોઈ નકર પગલા લેવામાં આવ્યા નથી કે પછી પ્લાસ્ટિકના નિયંત્રણને લઈને કડક વલણ અપનાવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે.
જંગલમાં પ્લાસ્ટિક જતું અટકાવવામાં તંત્ર અસર્મથ
કારણ કે જંગલમાં જતુ પ્લાસ્ટિક અટકાવા માટે તંત્ર દ્વારા અનેક ટીમોની રચના કરી અને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવશે તેવી તૈયારી બતાવી અને જંગલમાં જતું પ્લાસ્ટિક અટકાવામાં આવશે. પરંતુ પરિક્રમા હજુ પૂર્ણ પણ નથી થઈ, ત્યારે જ ત્રીજા દિવસે પરિક્રમાના રૂટ ઉપર અસંખ્ય માવાના પ્લાસ્ટિક અને ઝભલા કોથળીઓ જોવા મળી રહી છે.
20 હજારથી વધુ લોકોની તબિયત લથડી
ત્યારે બીજી તરફ પાણીના ઝરણા નજીક પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઢગલ જોવા મળી રહ્યા છે. જેથી કરીને કુદરતી પાણીના રિસોર્સીસને પણ નુકસાન પહોંચ્યું છે. તેમજ ગંદકીના ગંજ જોવા મળતા લોકોને પરિક્રમાર્થીઓના આરોગ્ય પણ જોખમ રહેતા 20 હજારથી વધુ લોકોની તબિયત લથડતા આરોગ્ય સારવાર લેવાની ફરજ પડી હતી.
ગિરનારની લીલી પરિક્રમામાંથી દારૂ ઝડપાયો
દારૂનું દુષણ હવે દિનપ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે હવે ગિરનારની લીલી પરિક્રમામાંથી દારૂ ઝડપાયા બાદ લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. વન વિભાગ જ્યારે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભયારણ્ય અને ગિરનાર કરવાની વાતો કરતું હોય અને તે માટે તેણે અલગ અલગ ચેકપોસ્ટ બનાવીને પરિક્રમા કરવા આવતા લોકોના માલ સામાન ચેક કરતા હોય, ત્યારે આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો પરિક્રમા શરૂ થાય છે તે ઈટવા ગોળીથી સાત કિલોમીટર દૂર આવેલા ઝીણા બાવાની મઢી સુધી પહોંચી ગયો તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. વન વિભાગ કે પોલીસની મીઠી નજર તો નથીને તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે. ત્યારે સાધુ-સંતોમાં પણ આ સમાચાર વાયુવેગે ફરી વળતા તેમાં પણ રોષ ફેલાયો હતો અને આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી.