જૂનાગઢ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ પહોંચાડવા માટે મહાનગરપાલિકાની કચરાની ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં એક સફાઈકર્મી પણ ઝડપાયો છે.
સફાઈકર્મીને કેદીએ રૂપિયા 5000ની લાલચ આપી હતી
સફાઈકર્મી પ્રતિબંધિત વસ્તુ જેલમાં ઘૂસાડતો ઝડપાયો છે. આ સફાઈકર્મી જેલમાં કેદીઓને પ્રતિબંધિત વસ્તુઓ પહોંચાડવા માટે આવ્યો હતો અને આ સફાઈકર્મીને કેદીએ કામ કરવા માટે રૂપિયા 5 હજારની લાલચ પણ આપી હતી. જો કે સત્તાધીશોની નજરમાંથી આ સફાઈકર્મી બચી શક્યો નહીં અને તેને ઝડપી લેવામાં આવ્યો છે. હાલમાં જેલ સત્તાધીશોએ આ સફાઈકર્મીને ઝડપીને તેની વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે.
લીંબડી સબ જેલમાંથી ફરી પ્રતિબંધિત વસ્તુઓ મળી
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરના લીંબડીમાં સબ જેલમાંથી ફરી એક વાર મોબાઈલ ફોન અને પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. લીંબડી સબ જેલ અનેક વખત વિવાદમાં રહી છે. લીંબડી જુના પોલીસ સ્ટેશન પાસે આવેલી સબ જેલમાં ફરી એક વાર મોબાઈલ ફોન અને પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. લીંબડી સબ જેલની બેરેકમાં મોબાઈલ ફોન તથા માવા, મસાલા અને ગુટકા તમાકુની પડીકીઓ મળી આવી હતી. આ મામલે લીંબડી પોલીસે 4 જેટલા કાચા કામના કેદી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
[ad_1]
Source link