- બંને પક્ષના વકીલોએ કોર્ટમાં કરી દલીલો
- હવે આવતીકાલે હાથ ધરાશે સુનાવણી
- સેશન્સ કોર્ટમાં કરાઈ છે જામીન અરજી
જૂનાગઢ NSUI પ્રમુખના અપહરણ મામલે ગણેશ જાડેજા સહિત અન્ય આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યા હતા. આ કેસના ફરિયાદીના વકીલે કોર્ટમાં આરોપીઓને જામીન ન મળે તે માટે વાંધા કારણો રજૂ કર્યા હતા. ત્યારે ગોંડલ જાડેજા અને અન્ય આરોપીઓની જામીન અરજી મામલે આજે સુનાવણી રાખવામાં આવી હતી. જેની સુનાવણી હવે આવતીકાલે થશે.
ગત 30 મેની રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજા અને તેના મળતિયાઓ દ્વારા જુનાગઢ શહેર NSUI પ્રમુખનું અપહરણ કરવામાં આવેલ. જે મામલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાનથી મારી નાખવાની ધમકી, હત્યાનો પ્રયાસ, અપહરણ, રાયોટીંગ અને એટ્રોસિટી મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ LCB દ્વારા આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે 14 દિવસ જેલ હવાલે રહ્યા બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગણેશ સહિત પાંચ આરોપીઓની જામીન અરજી રજૂ કરવામાં આવી હતી. જે જામીન અરજીની કોર્ટ દ્વારા સુનાવણી રાખવામાં આવી હતી. જેમાં જૂનાગઢ કોર્ટ દ્વારા ગણેશ જાડેજા સહિત આ ગુનામાં સંડોવાયેલા તેમના મળતીયાઓના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. જે અંગે સેશન કોર્ટ દ્વારા આવતીકાલે સુનાવણી ટાળવામાં આવી છે.
અગાઉ આરોપીઓની જામીન અરજી નામંજૂર થઈ છે
આ કેસની સુનાવણી માટે જૂનાગઢ કોર્ટ દ્વારા 22 ઓગસ્ટ રાખવામાં આવી હતી. આગામી સુનાવણીમાં સરકાર પક્ષે દલીલો કરવામાં આવશે. ફરિયાદી વતી વાંધા જવાબો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જણાવાયું હતું કે, આ કેસના આરોપી ગોંડલ જાડેજા અને અન્ય ઈસમો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તેમાં પ્રિ પ્લાનિંગથી ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. અગાઉ પણ કોર્ટ દ્વારા આરોપીઓની જામીન અરજી ના મંજૂર કરવામાં આવી હતી.