જૂનાગઢ પોલીસ ભરતીમાં નિષ્ફળ ઉમેદવારની આત્મહત્યા મામલે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલનું ટ્વીટ કરીને કહ્યું હતું કે, કોઈ પણ નિષ્ફળતા કાયમી હોતી નથી, નિષ્ફળતાના કારણે ક્યારેક પ્રયત્ન કરી રહ્યા છે તેના કરતાં વધારે સારી તક ના દરવાજા ખુલે છે.
રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે. ત્યારે જુનાગઢમાં પોલીસ ભરતીની તૈયારી કરતા આશાસ્પદ યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. દોડની પરીક્ષામાં નાપાસ થતાં ઝાડ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાનાં પ્રાથમિક અહેવાલ છે. આ મામલે બાંટવા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યાવાહી હાથ ધરી છે. ઉમેદવારના આપઘાત મામલે હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, કોઇપણ નિષ્ફળતા કાયમી નથી હોતી.
ઉમેદવારના આપઘાત મામલે હસમુખ પટેલની પોસ્ટ
પોલીસ ભરતીની તૈયારી કરતા આશાસ્પદ યુવાના આપઘાત પર GPSC ચેરમેન હસમુખ પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં નિષ્ફળ જતા એક યુવાને આત્મહત્યા કર્યાના સમાચાર મીડિયામાં પ્રકાશિત થયા છે. કોઈપણ નિષ્ફળતા કાયમી હોતી નથી ઘણીવાર તો નિષ્ફળતાને કારણે આપણે જેના માટે પ્રયત્ન કરી રહ્યા હોય તેનાથી વધારે સારી તકો માટેના દરવાજા ખુલી જતા હોય છે. જિંદગી બહુ મૂલ્યવાન છે. પરીક્ષાની તાણ કે પરીક્ષામાં નિષ્ફળતાને કારણે નિરાશા કે ઉદાસીનતાનો અનુભવ થતો હોય અથવા તો જિંદગી જીવવા જેવી નથી તેવું લાગે તો જીવન આસ્થા હેલ્પલાઇન નંબર 18002333330ને સંપર્ક કરો. ગાંધીનગર જિલ્લા સુરક્ષા સોસાયટી દ્વારા આ હેલ્પલાઇન ચલાવવામાં આવે છે. તેને કારણે ઘણા લોકોને જીવ બચી ગયા છે.