Junagadhમાં વોર્ડ નંબર 10માં પ્રાથમિક સુવિધાનો અભાવ, સ્થાનિકો ચૂંટણી સમયે રોષે ભરાયા

HomeJunagadhJunagadhમાં વોર્ડ નંબર 10માં પ્રાથમિક સુવિધાનો અભાવ, સ્થાનિકો ચૂંટણી સમયે રોષે ભરાયા

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે અને ફોર્મ પણ ભરાઈ ગયા છે ત્યારે હવે ઉમેદવારો પોતાના વિસ્તારમાં પ્રચારની કામગીરી શરૂ કરી દીધી છે ત્યારે લોકોની શું સમસ્યા છે તે જાણવા સંદેશ ન્યુઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને વોર્ડ નંબર 10 માં પ્રાથમિક સુવિધા અને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

પાલિકા સામે સ્થાનિકોનો ભારે રોષ

મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પ્રચાર માટે ફરી રહ્યા છે ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા સંદેશ ન્યુઝ સમક્ષ તેઓની વ્યથા વ્યક્ત કરવામાં આવી હતી અને છેલ્લા ચાર વર્ષથી રસ્તા પાણી ગટર સફાઈના મુદ્દાને લઈને લોકોએ અવારનવાર રજૂઆત કરવા છતાં આ વિસ્તારમાં કોઈ કામગીરી કરવામાં આવી નથી જેને સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ ફેલાયો છે અને આ વિસ્તારમાં મતદાન બહિષ્કાર કરવાની ચિમકી પણ આપવામાં આવી છે કારણ કે જે કોર્પોરેટરો ચૂંટાઈ જાય છે તે માત્ર મતની ભીખ માગવા જ વિસ્તારમાં આવતા હોવા નહીં ફરિયાદો મતદારોએ કરી હતી.

વોર્ડ નંબર 5ના સ્થાનિકોમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો

કલેક્ટર કચેરી નજીક આવેલ દ્વારકાપુરી સહયોગ કો.ઓ.સોસા, શંશીકુંજની પાછળ આવેલ વિસ્તારમાં 158 જેટલા બ્લોકમાં આશરે 800 થી 1000 મતદારો વસવાટ કરી રહ્યાં છે. તેમનાં જણાવ્યાં મુજબ વર્ષ-1982માં સોસાયટીનું નિર્માણ થયું છે. અને આજે પચીસેક વર્ષથી જૂનાગઢ મહાનગરપાલિકાનું નિર્માણ થયું છે. પરંતુ આજદીન સુધી આ વિસ્તારનાં લોકો પાણી, લાઈટ અને રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધાની વંચિત રહ્યાં છે. તો બીજી તરફ છેલ્લા પાચ થી સાત મહિનાથી રોડ- રસ્તા ખોદેલા પડેલા છે. ચાલીને પસાર થવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જે બાબાતે અનેક વખત લેખીત તથાં મૌખિક રજૂઆતો કરેલી હોવા છતાં આજદિન સુધી કોઈપણ અહિંયા ફરક્યું નથી.

ચૂંટણી અંગેનો કાર્યક્રમ

તા.ર૧ જાન્યુઆરી-ર૦રપ – આદર્શ આચારસંહિતા લાગુ

તા.ર૭ જાન્યુઆરી-ર૦રપ – ચૂંટણી અંગેનું જાહેરનામું

તા.૦૧ ફેબ્રુઆરી-ર૦રપ – ઉમેદવારીપત્ર રજૂ કરવાની અંતિમ તારીખ

તા.૦૩ ફેબ્રુઆરી-ર૦રપ – ઉમેદવારીપત્ર ચકાસણી

તા.૦૪ ફેબ્રુઆરી-ર૦રપ – ઉમેદવારી પરત ખેંચવાની તારીખ

તા.૧૬ ફેબ્રુઆરી-ર૦રપ – સવારે ૭-૦૦થી ૬-૦૦ મતદાન

તા.૧૭ ફેબ્રુઆરી-ર૦રપ – જરૂર પડે પુનઃ મતદાન

તા.૧૮ ફેબ્રુઆરી-ર૦રપ – સવારે ૯-૦૦ કલાકથી નિર્ધારીત સ્થળે મત ગણતરી



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon
What would make this website better?

0 / 400