જૂનાગઢના ભેસાણમાં પિતાએ જ પુત્રીને હવસનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે. પિતાએ સગીર પુત્રી પર દુષ્કર્મ આચરતા ભેસાણ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ભેસાણ ગામમાં રહેતા એક પિતાએ પોતાની જ સગીરવયની પુત્રી ઉપર દુષ્કર્મ કરતા પુત્રીની માતાએ જ પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. એક પિતા કે જે પુત્રની રક્ષા કરતો હોય છે આજે તેણે જ પિતા-પુત્રીના સંબંધોની લાજ શરમ નેવે મૂકી પુત્રી પર બળાત્કાર કર્યો. સગીર પુત્રીએ માતાને સઘળી હકીકત જણાવતા પુત્રીની વહારે માતા આવી. સગીર પુત્રીની માતાએ પોતાના જ પતિ સામે ફરિયાદ કરતા દુષ્કર્મના ગુનામાં આકરી સજાની માગ કરી.
બાળકોની વહારે માતા, પતિને આપી કરતૂતની સજા
ભેસાણ પંથકના અંતરિયાળ ગામમાં એક પિતા જ સગી દિકરી માટે ભક્ષક સાબિત થયો છે. તેણે પોતાની જ સગીરવયની પુત્રી પર દુષ્કર્મ આચરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.. સગીર પુત્રીના માતા-પિતાના થોડા મહિના અગાઉ જ છુટાછેડા થયા હતા. છૂટાછેડા થયા બાદ સગીર પુત્રી અને પુત્ર પતિ સાથે રહેતા હતા. તે દરમિયાન સગા પિતાએ જ પોતાની 12 વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવી હતી.. એટલું જ નહીં પુત્રી સાથે અવારનવાર મારપીટ પણ કરતો હોવાનો ખુલાસો થયો છે.. પિતાના ત્રાસથી કંટાળેલા બાળકો તક મળતા ઘરેથી નાસી ગયા હતા અને માતા પાસે પહોંચી ગયા હતા. પિતાએ આચરેલા કૃત્યની જાણ માતાને કરતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી..
પોલીસે માતાની ફરિયાદ પર કરી કાર્યવાહી
પોલીસે માતાની ફરિયાદના આધારે પોક્સો હેઠળ તથા દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પત્ની સાથે છૂટાછેડા થયા બાદ પોતાના બાળકો સાથે પ્રેમાળ વર્તન કરવાના બદલે કૂર વર્તન કરતો હતો. સગા પિતા એ જ બાર વર્ષની પુત્રીની એકલતાનો લાભ લઈને માર મારી અવારનવાર તેની ઉપર દુષ્કમ કર્યું હતું. પિતાનો ત્રાસ અસહ્ય બનતા દુષ્કર્મ કરાતા બાળકો ભયભીત થઈ ગયા અને નાસી ગયા. પુત્રીએ તેમની માતાને આપવીતી જણાવી હતી. આ બનાવમાં મહિલાએ તેના પૂર્વપતિ સામે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પોક્સો હેઠળ તથા દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી હવસખોર પિતાને ઝડપી લીધો છે.