સમાજમાં લોકોને મોહમાયાનો ત્યાગ કરીને ધર્મમય બનવા સાધુ-સંતો અને ધર્મગુરુઓ પ્રવચનો કરતા હોય છે પરંતુ પોતે સત્તા પૈસા અને જગ્યાની લાલચમાંથી બહાર આવતા નથી જેને લઈને જ જૂનાગઢ જિલ્લામાં ઘણા સમયથી ધાર્મિક સ્થાનો વિવાદોના ઘેરામાં ઘેરાયા છે.કેશોદના તોરણીયા આશ્રમનો વિવાદ હાલતો ચર્ચાનો વિષય બન્યો છે.
શંકરદાસ બાપુ દ્વારા આશ્રમમાં કઈ કઈ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર કરવામાં આવી
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ફાગડી રોડ ઉપર આવેલા તોરણીયા આશ્રમના પૂર્વ મહંત શંકરદાસ બાપુ દ્વારા હાલના મહંત સિધ્ધરાજ મુનિ સામે આક્ષેપ કર્યા છે અને સિધ્ધરાજ મુનિ વ્યાભિચાર દારૂના નશામાં જગ્યા ને બદનામ કરે છે તેમજ આશ્રમમાં ચાલતી અનેક અનેક પ્રવૃત્તિઓ અંગે પણ તેઓએ ખુલાસા કર્યા હતા.જેની સામે આજે તોરણીયા આશ્રમની વિવાદસ્પદ સાધ્વી શ્રુતિ મુનિ સામે આવ્યા હતા અને તેમણે પોતાના જીવનની કથા જણાવી હતી અને કેવી રીતે તે કેશોદ આવ્યા તે અંગે પણ ખુલાસા કર્યા હતા.આશ્રમમાં આવ્યા બાદ તેઓની કામગીરી શું હતી અને પૂર્વ મહંત શંકરદાસ બાપુ દ્વારા આશ્રમમાં કઈ કઈ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર કરવામાં આવી તે અંગે પણ તેઓએ ખુલાસા કર્યા હતા.
હાલના ગાદીપતિ સિધ્ધરાજ મુનિ
કેશોદના ફાગડિ રોડ ઉપર આવેલા તોરણીયા આશ્રમના હાલના ગાદીપતિ સિધ્ધરાજ મુનિ દ્વારા પણ ઘણા ખુલાસા કરવામાં આવ્યા છે જેમાં તેમણે કહ્યું હતું કે તે પોતાના ગુરુના આશ્રમમાં હતા ત્યાંથી શંકરદાસ બાપુ કેશોદ તેમને લાવ્યા હતા અને પોતાનો શિષ્ય બનાવ્યો હતો. મને આશ્રમના મહંત તરીકે નિમવાનો વાયદો કર્યો હતો ત્યારબાદ શંકરદાસ બાપુ દ્વારા આશ્રમમાં ઘણી બિન કાયદેસર પ્રવૃતિઓ કરી જેનો વિરોધ મેં કર્યો હતો. મેં કોઈ પણ ગેરકાયદેસર કામ કે પ્રવૃત્તિ કરી નથી તે માટે હું તમામ ટેસ્ટ પણ કરાવી શકું છું અને શંકરદાસ બાપુ સાથે અન્ય બે-ચાર સાધુઓ છે જે મારી સામે ષડયંત્ર કરી રહ્યા છે.આ જગ્યા સત્તા અને પૈસાની લાલચમાં આવીને વિવિધ આશ્રમોમાં થઈ રહેલા પ્રપંચો અંગે ભાવિકોમાં ભારે નારાજગી પણ છે..