જામનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં લોકો સાથે મારકૂટ લૂંટફાટ કરતી એક ટોળકી સક્રિય થતા આજે જામનગર જિલ્લા પોલીસ અધિકારીને સ્થાનિક આગેવાનો સાથે 500 જેટલા લોકોને આ ગેંગથી લોકોંને પોલીસ રક્ષણ આપે અને વહેલીતકે આ ગેંગની સામે કાર્યવાહી કરે તેવી રજૂઆત પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી કરવામાં આવી છે.
જામનગર શહેર અને ધુંવાવ, વિભાપર, નવા નાગના, જુના નાગના, ગુલાબનગર સહિતના ગ્રામ્ય પંથકમાં છેલ્લા ત્રણેય માસ જેટલા સમયગાળાથી વાહન અથડાવ્યા બાદ લુંટ કરતી એક ગેંગના ત્રાસથી ભયભીત બન્યા છે. ખાસ કરીને મજૂર વર્ગના અને સામાન્ય ઘરના લોકો જયારે પોતાનું મોટરસાયકલ લઈને જતા હોય ત્યારે આ ગેંગના સભ્યો એકલતાનો લોકોને તમે કેમ અમારી સાથે વાહન અથડાવ્યું ચાલો નુકશાની ના પૈસા આપો પહેલા પ્રેમથી અને બાદમાં લુંટ કરતી હતી.
ત્યારે આ ગેંગ અંગે જિલ્લા પોલીસવડાને વાકેફ કરવા અને આ ગેંગ સામે યોગ્ય પગલાં લેવા જામનગર એસ.પી. કચેરીએ 500 જેટલા લોકોનું ટોળું પહોંચ્યું અને આ ગેંગથી તેઓને રક્ષણ મળે અને આ ગેંગ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાંમાં આવે તેવી જિલ્લા પોલીસને સ્થાનિકોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.