Jamnagar District Level Direction Committee meeting held under the chairmanship of MP Poonamben Madam | દિશા સમિતિની બેઠક: સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાકક્ષાની દિશા સમિતિની બેઠક મળી – Jamnagar News

HomesuratCrimesJamnagar District Level Direction Committee meeting held under the chairmanship of MP...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

દૂધરેજ રોડ પર શૉરૂમમાં આગ, ફર્નિચર બળીને ખાક | Fire breaks out in showroom on Dudhrej Road furniture burnt to ashes

- શોર્ટસર્કિટથી આગ લાગ્યાનું અનુમાન- ગ્રાહકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં જાનહાનિ ટળી : આગ ઓલવવા ત્રણ ફાયર ફાઈટરો કામે લાગ્યાસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં...

જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીઓ સાથે

.

સાંસદ પૂનમબેન માડમે આ બેઠકમાં રેલ્વે વિભાગને લગતા પ્રશ્નો, જામનગર મહાનગરપાલીકા હેઠળ ચાલતી વિવિધ યોજનાઓ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ઈન્દીરાગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, નેશનલ હેલ્થ મિશન, ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના, પી.એમ.પોષણ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન, પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના, સ્વરછ ભારત મિશન(ગ્રામિણ), નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, પ્રધાનમંત્રી ગ્રામિણ આવાસ યોજના, મહાત્માગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એકટ, ઈન્ટીગ્રેટેડ વોટરસેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ વગેરે યોજનાઓની સમીક્ષા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉકેલવાનું માધ્યમ દિશા સમિતિ રહી છે. ત્યારે જિલ્લાને મૂંઝવતા પ્રશ્નો વિશે આ બેઠકમાં ફળદાયી ચર્ચા-વિમર્શ કરી તાલુકા-જિલ્લા સ્તરે સંકલન-સમન્વય સાધીને ઝડપથી નિરાકરણ લાવીને જિલ્લાને વિકાસના માર્ગે આગળ વધારવા સૌએ પ્રયાસો કરવા જોઈએ જેથી જનતાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવી શકે. સર્વાંગી વિકાસ અને લોકહિતના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ થાય તે માટે દિશા મોનીટરીંગ સમિતિ મહત્વનું માધ્યમ બન્યુ છે. સરકારની તમામ યોજનાઓ અને સહાયનો લાભ લાભાર્થીઓ સુધી વહેલી તકે પહોંચે તે દિશામાં કામગીરી કરવા માટે સાંસદએ લગત અધિકારીઓને સૂચનો કર્યા હતા.

ચાલુ બેઠકમાં સાંસદએ વિવિધ વિભાગના પ્રશ્નો જેવા કે અમુક જગ્યાએ અંડરબ્રિજમાં ચોમાસામાં પાણી ભરાવવાના પ્રશ્નો, ટ્રેનના સ્ટોપેજ અંગેની લોકોની રજૂઆતો, રેલવે સ્ટેશનોના રીડેવલોપમેન્ટ અંગેની કામગીરીનું સ્ટેટસ, વાડી વિસ્તારોમાં તેમજ નવા બાંધકામ થયેલા હોય ત્યાં વીજ કનેક્શન આપવા, રોડ-રસ્તાઓ, અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્ક આપવા અંગે, ગામડાઓમાં એસટી બસના સ્ટોપ આપવા અંગેના આગેવાનોના મુદાઓ પર ચર્ચા કરી લોક માંગણીઓને ગંભીરતા પૂર્વક ધ્યાનમાં લઈ પડતર પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કલેકટર બી. કે. પંડયા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર,જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન,ડી.આર.ડી.એ. નિયામક શારદા કાથડ,રેલ્વે વિભાગના ડી.આર.એમ. ભાવનગર અને ડી.આર.એમ.રાજકોટ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યઓ, ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યો, આગેવાનો તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon