Jamnagar: 331 બાંધકામોને દૂર કરવામાં આવ્યા, 4,51,000 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ

0
2

જામનગરમાં ગત શનિવારથી સ્વામિનારાયણનગરથી ગાંધીનગર વિસ્તારની ડીપી રોડ કાઢવા માટે 40 દુકાન, 60થી વધુ આખા મકાનો તેમજ એક મંદિર અને એક દરગાહ મળીને કુલ 331 બાંધકામોની કપાતની કામગીરી પાંચ દિવસે નિર્વિઘ્ને પુરી થઈ જતાં તંત્રએ હાશકારો લીધો છે. જામનગર કોર્પોરેશન દ્વારા શનિવારે નવાગામ ઘેડના મધુરમ સોસાયટી વિસ્તારથી 12 મીટરના ડીપી રોડને કાઢવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.

બે ધાર્મિક સ્થાનો દૂર કરવાની કામગીરી તંત્રએ કરી

જેનો મહિલા કોર્પોરેટર અને અમુક સ્થાનિકોએ વિરોધ કર્યા બાદ પોલીસે 5ની અટકાયત કર્યા બાદ કામગીરી સતત આગળ ધપતી ગઈ અને પ્રથમ દિવસે 111, બીજા દિવસે, રવિવારે 79, સોમવારે 75 મકાનો-દુકાનો તુટ્યા બાદ મંગળવારે બાકીના 66 સ્થળોએ ડિમોલીશનનું કામ કરવામાં આવ્યું અને બુધવારે પણ સતત કામગીરી ચાલુ રાખીને પૂર્ણ કરવામાં આવી હતી. આ કામગીરીના છેલ્લા દિવસે ગાંધીનગર પાછળના વિસ્તારમાં ડીપી કપાતની લાઈનદોરીમાં આવતા એક શિવ મંદિર અને એક દરગાહના ધાર્મિક સ્થાનોને દુર કરવાની કામગીરી તંત્રએ કરી હતી. આ કામગીરી વેળાએ એસ્ટેટ વિભાગ અને ઈજનેરો તેમજ દબાણ હટાવ ટીમ ઉપસ્થિત રહી હતી.

 4 લાખ 51 હજાર ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી

સાથે સાથે વિસ્તારમાં બંદોબસ્ત માટે સંખ્યાબંધ પોલીસ કર્મચારીઓ ઉપરાંત સીટી ડીવાયએસપી, સીટી બી-ડિવીઝન પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ મોઢવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કામગીરી જોવા નાગરિકો એકઠા થયા હતા. પોલીસ દ્વારા અકસ્માત નિવારવા કલાક માટે ગાંધીનગર મેઈન રોડ બંધ કરાવવામાં આવ્યો હતો. મચ્છરનગર ચોકમાં ફાયર બ્રિગેડના બે બંબા અને સ્ટાફને પણ તૈયાર રાખવામાં આવ્યા હતા. જામનગર કોર્પોરેશન દ્વારા આ મેગા ડિમોલિશનની પાંચ દિવસની કાર્યવાહી દરમિયાન 12 મીટર પહોળાઈ ધરાવતા આ રોડની કુલ લંબાઈ સાડા ત્રણ કિલોમીટર હતી અને જે દબાણ દૂર કરવામાં આવતા 4 લાખ 51 હજાર ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. 

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here