જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના બીજલકા ગામના સરપંચે આજે વહેલી સવારે પોતાની વાડીએ ઝેરી દવા પી લઇ આપઘાત કરી લીધો છે, બીમારીના કારણે તેઓએ આ પગલું ભર્યુ હોવાની વાત સામે આવી છે જેમાં,જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના બીજલકા ગામના સરપંચ જયસુખભાઈ નરશીભાઈ મૂંગરા (ઉ.વ.47) એ આજે વહેલી સવારે પોતાની વાડીએ જંતુનાશક દવા પી લઈ આપઘાત કરી લેતાં ભારે ચકચાર જાગી છે.પોલીસે પરિવારના સભ્યોના નિવેદનો લીધા છે.
પોલીસે હાથધરી તપાસ
આ સમગ્ર ઘટનાની જાણ મૃતકના ભાઈને થતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો તો પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ હાથધરી છે અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે,મૃતદેહનું પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપાશે,પોલીસે પરિવારના સભ્યોના નિવેદન લીધા છે અને મૃતકના ફોનને તપાસ માટે પણ લીધો છે,હાલમાં તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે,માંદગીના કારણે સરપંચે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ છે.