જામનગરમાં પક્ષી અભયારણ્યમાં દીપડો દેખાયો હોવાની વાત સામે આવી છે જેમાં ખીજડીયા પક્ષી અભયારણ્યમાં દીપડો દેખાયો છે,તો વન વિભાગે પક્ષી અભયારણ્ય પાર્ટ 1 મુકાલાતીઓ માટે બંધ કરી દીધું છે તો વન વિભાગે અલગ-અલગ 2 જગ્યાએ પાંજરું મૂક્યું છે અને વન વિભાગની ટીમ દ્વારા નાઈટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે જેમાં આસપાસના ગામના લોકોને સાવચેત કરાયા છે.
આસપાસના ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો
સૌરાષ્ટના અલગ અલગ વિસ્તારોમાં જંગલી જાનવરો ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે. તેમજ ઘણીવાર સિંહ અને દીપડા જેવા જંગલી જાનવર રહેણાંક વિસ્તારમાં આવીને માનવી તેમજ દુધાળા પશુઓને પોતાના શિકારનો ભોગ બનાવતા હોય છે. એવામાં જામનગરના પક્ષી અભ્યારણ્યમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્ય પાર્કમાં દીપડાએ દેખા દીધા હતા. પક્ષી અભ્યારણ્યમાં દીપડો જોવા મળતા લોકોમાં ભારે ચિંતા અને ભય વ્યાપી ગયો હતો.
ગીર ગઢડા વિસ્તારમાં દીપડાનો આતંક
શનિવારે મોડી રાત્રે એક દીપડાએ ખેતર પાસે ઘરની બહાર સૂતા લોકો પર હુમલો કર્યો હતો. સહાયક વન સંરક્ષક (ACF) કરણ ભાટિયાએ જણાવ્યું હતું કે દીપડાના હુમલાને કારણે એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યાં જ અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની માહિતી મળતા જ નજીકના વિસ્તારોના લોકો પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. જ્યારે ગામ લોકોએ જોરજોરથી અવાજ કર્યો ત્યારે દીપડો ત્યાંથી ભાગી ગયો. આ પછી ઘાયલને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.