Jambusar:એસ.ટી. અને કન્ટેનર અથડાતાં બસ ડ્રાઈવર સહિત 15ને ઈજા

    0
    6

    આમોદ તાલુકાના તણછા ગામ નજીક એસ.ટી.બસ અને કન્ટેનર વચ્ચે આજે સવારે અકસ્માત સર્જાતા બસના ડ્રાઇવર સહિત પંદર મુસાફરો ને સામાન્ય ઈજા થઈ હતી. જેમને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી. ભરૂચથી જંબુસર તરફ આવતી એસ.ટી બસને આજરોજ સવારે 11 કલાકે તણછા ગામ નજીક એક કન્ટેનર ચાલકે સામેથી જોરદાર ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર પંદરથી વધુ મુસાફરો ને નાની મોટી ઈજાઓ થઈ હતી. તેમજ એસ.ટી.બસ અને કન્ટેનર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે ટ્રાફ્કિ જામ થઈ જતાં આમોદ પોલીસે ઘટના સ્થળે પહોચી ટ્રાફ્કિ હળવો કર્યોં હતો.બસમાં ઈજાગ્રસ્ત થયેલ મુસાફરો ને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ કેટલાક ઈજાગ્રસ્તોને ભરૂચ રિફર કરાયાં હતાં. બસના કંડક્ટરના જણાવ્યા મુજબ બસના ડ્રાઇવરની સમય સૂચકતાથી મોટો અકસ્માત થતાં રહી ગયો હતો. જો કે બસના ડ્રાઇવરને પણ ડાબા પગમાં ફ્રેકચર થયુ હતું. કન્ટેનરનો ચાલક નશો કરેલી હાલતમાં જણાતો હતો. ઈજાગ્રસ્તોની મદદે પહોંચેલા 108ના પાયલોટ વિક્રમ ડામોરનો મોબાઈલ કોઈકે ચોરી લીધો હતો.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here