ગુજરાતમાં રખડતા પશુઓના કારણે અનેક લોકોની જિંદગી જોખમમાં મુકાય છે. પશુઓના હુમલાથી અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચે છે તો કેટલાક લોકો મોતને ભેટે છે. તંત્ર દ્વારા રખડતા પશુઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવતી નથી. દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં રખડતા પશુઓનો આતંક સામે આવ્યો છે. નગરપાલિકાની બેદરકારીથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બાઈક પર જઈ રહેલા યુવક અને યુવતીએ રખડતા આખલાએ અડપેટે લીધા હતાં.
આખલાએ યુવક-યુવતીને લીધા અડફેટે
પ્રાપ્ત વિગતો પ્રમાણે જામ ખંભાળિયામાં રાત્રિના સમયે બાઈક પર પસાર થતા યુવક અને યુવતીને એક રખડતા આખલાએ અડફેટે લીધા હતાં. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં જોવા મળે છે કે, એક આખલો રોડની સાઈડમાં તેનો ખોરાક શોધી રહ્યો હતો અને ત્યાંથી બાઈક પર પસાર થતાં યુવક અને યુવતી પર આ આખલાએ અચાનક હુમલો કરી દીધો હતો. જેમાં યુવક અને યુવતી બાઈક પરથી નીચે પટકાયા હતાં. બંને જણાને સદનસીબે કોઈ મોટી ઈજા પહોંચી નથી.
રખડતા ઢોરોના આતંકને કારણે લોકોમા રોષ ફેલાયો
જામ ખંભાળિયા નગર પાલિકાની બહારની સાઈડ પર આખલાઓનો અડિંગો જોવા મળ્યો છે. નગર પાલિકાની બેદરકારીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દિવસે દિવસે વધી રહેતા રખડતા ઢોરોના આતંકને કારણે લોકોમા રોષ ફેલાયો છે. પાલિકા દ્વારા રખડતા ઢોરને પાંજરે પુરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. સદનસીબે બાઈક સવાર યુવક અને યુવતીને સદભાગ્યે ઈજા પહોંચી નથી. પરંતુ આખાલાનો હુમલો એટલો જોરદાર હતો કે, બંને જણા ગંભીર સ્થિતિમાં પહોંચી શકતા હતાં.
[ad_1]
Source link