01
શેર માર્કેટમાં ડિસેમ્બર મહિનામાં ખૂબ જ વેચવાલી જોવા મળી હતી. BSE સેન્સેક્સમાં આ મહીનામાં લગભગ 2.02 ટકાનો ઘટાડો થયો છે. આ દરમિયાન ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સે પણ ડિસેમ્બર મહિના દરમિયાન ઘણા શેરોમાં પોતાનો હિસ્સો ઘટાડી દીધો છે. જેમાં HDFC બેંક, કોલ ઇન્ડિયા, ટાટા કન્સલ્ટેન્સી સર્વિસીઝ અને સુઝલોન એનર્જી જેવા સ્ટોક્સ પણ સામેલ છે. અહીં અમે તમને 10 એવા સ્ટોક વિશે જણાવીશું જેમાંથી મ્યુચ્યુઅલ ફંડ્સે પોતાનો હિસ્સો ઘટાડ્યો છે. (આ આંકડાઓ પ્રાઇમ ડેટાબેઝમાંથી એકત્ર કરવામાં આવ્યા છે.)