04
HCL ટેક અને ટેક મહિન્દ્રા પર દબાવ- મોર્ગન સ્ટેનલીએ HCL ટેકની રેટિંગને “Equal Weight” રાખી છે, પરંતુ તેના માટે ટાર્ગેટને 1,970 રૂપિયાથી ઘટાડીને 1,600 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ રિપોર્ટ બાદ આજે HCL Techના શેર 1.93% ટકા ઘટીને 1,537.60 પર બંધ થયા છે. બ્રોકરેજે ટેક મહિન્દ્રાને પણ “Equal Weight” રેટિંગ આપી છે, જ્યારે તેના માટે ટાર્ગેટ પ્રાઈસ 1,750થી ઘટાડીને 1,550 રૂપિયા પ્રતિ શેર કરી દીધો છે. તેના શેર આજે 2.84%ના ઘટાડા સાથે 1,437.15 રૂપિયા પર બંધ થયા છે. વિપ્રોના શેર આજે 3.44% ઘટ્યા છે, જ્યારે L&T ટેક સર્વિસ અને પર્સિસ્ટેન્ટના શેરોમાં પણભારે ઘટાડો જોવા મળ્યો છે.