IPO છોડો આ ફાર્મા કંપનીએ લોન્ચ કર્યો 3,000 કરોડનો QIP, દાવ લગાવવો હોય તો જાણી લો ફ્લોર પ્રાઈસ

0
17

નવી દિલ્હીઃ ઘરેલૂ વેચાણના આધાર પર દેશની ચોથી સૌથી મોટી કંપની મેનકાઈન્ડ ફાર્માએ ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) લોન્ચ કર્યો છે. તેના દ્વારા કંપની 3000 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે. આ ઈશ્યૂ સોમવારે 16 ડિસેમ્બરના રોજ ખુલી ચૂક્યો છે. શેરોની વાત કરીએ તો સોમવારે બીએસઈ પર તે 1.91 ટકાના વધારા સાથે 2,690.80 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો. આ QIP ઈશ્યૂના કારણે આજે પણ તેના શેરોમાં જોરદાર હલચલ જોવા મળી શકે છે. આ મહિને હજુ સુધી શેર લગભગ 5 ટકા મજબૂત થઈ ચૂક્યા છે.

કેટલી છે ફ્લોર પ્રાઈસ?

મેનકાઈન્ડ ફાર્મા ક્યૂઆઈપીના રૂપિયાનો ઉપયોગ ભારત સીરમ્સ એન્ડ વેક્સીનની ખરીદીમાં કરશે. આ ખરીદી 13,630 કરોડ રૂપિયામાં થઈ રહી છે અને કંપનીએ જુલાઈમાં તેની જાહેરાત કરી હતી. ક્યૂઆઈપી હેઠળ 2616.66 પ્રતિ ઈક્વિટી શેરની ફ્લોર પ્રાઈસ ફિક્સ કરવામાં આવી છે અને કંપની આમાં 5 ટકાનું ડિસ્કાઉન્ટ આપી શકે છે.

આ પણ વાંચોઃ 
આ 4 દિગ્ગજ શેરમાં 47 ટકા સુધી રિટર્ન આપવાનો દમ, બ્રોકરેજ હાઉસે પહેલા મોકે આપી ખરીદવાની સલાહ

ભારત સીરમ્સ એન્ડ વેક્સીનના અધિગ્રહણ વિશે વાત કરીએ તો કેટલાક સમય પહેલા CNBC TV18ને આપેલા ઈન્ટરવ્યૂમાં મેનકાઈન્ડ ફાર્માના વાઈસ ચેરમેન અને એડી રાજીવ જુનેજાએ ફંડિંગ પ્લાન વિશે જણાવ્યું હતુ. રાજીવના પ્રમાણે આ સોદો લગભગ 14,000 કરોડ રૂપિયાનો થઈ શકે છે. જેમાંથી 4 હજાર કરોડ રૂપિયા કંપનીની તરફથી આવશે, 3 હજાર કરોડ રૂપિયા ક્યૂઆઈપી દ્વારા અને 7 હજાર કરોડ રૂપિયા ત્રણ વર્ષની લોન દ્વારા આવશે.

આ પણ વાંચોઃ 
ફાયદાનો સોદોઃ આ 5 શેરમાં કમાણીનો મોકો છે જ્યારે TCS સહિતના 3 શેર કરાવશે નુકસાની

3,324 કરોડ રૂપિયા રોકાણકારોમાં વહેંચશે આ કંપની


3,324 કરોડ રૂપિયા રોકાણકારોમાં વહેંચશે આ કંપની

એક વર્ષમાં કેવી રહી શેરોની ચાલ?

મેનકાઈન્ડ ફાર્માના શેરોએ રોકાણકારોને શાનદાર કમાણી કરાવી છે. ગત વર્ષ 15 ડિસેમ્બર 2023ના રોજ તે 1,839.85 રૂપિયા પર હતા, જે તેના શેરો માટે એક વર્ષનું નીચલુ સ્તર છે. આ નીચલા સ્તરથી તે 11 મહિનામાં લગભગ 57 ટકા ઉછળીને ગતત મહિને 6 નવેમ્બર 2024ના રોજ 2,882.75 રૂપિયાના ભાવ પર પહોંચી ગયા હતા, જે તેના શેરોની રેકોર્ડ હાઈ છે. જો કે, શેરોની તેજી અહીં રોકાઈ ગઈ અને હાલ આ હાઈથી તે લગભગ 7 ટકા ડાઉનસાઈડ છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here