03
મેંગ્રૂવ મુખ્યત્વે દરિયા કિનારે એવી જગ્યાએ જોવા મળે છે જ્યાં 24 કલાકમાં એકવાર પાણી આવીને જતું રહેતું હોય, જ્યાં સતત દલદલ એટલે કે કિચડ રહેતું હોય ત્યાં જ જોવા મળે છે. પરંતુ અરબી સમુદ્રથી 45 કિ.મી.ના અંતરે અને કોરી ક્રીકથી 4 કિ.મી.ના અંતરે ગુનેરી ખાતે આવેલા મેંગ્રૂવમાં પાણી ક્યારેય આવતું નથી કે કીચડ કે દલદલ નહીં પણ સપાટ જમીન પર 32.78 હેક્ટર વિસ્તારમાં મેંગ્રૂવ જંગલની જેમ પથરાયેલા જોવા મળે છે, જે આપોઆપ એક વિશિષ્ટતા છે. જેથી આવી એક સપાટ જમીન પર જંગલની જેમ પથરાયેલા મેંગ્રૂવની વિશિષ્ટ અને યુનિક જગ્યા વિશે લોકોને જાણવા મળે એ ખૂબ જરૂરી છે.