નવી દિલ્હીઃ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઈન્ડસઈન્ડ બેંકે તેની 1,573 કરોડ રૂપિયાની માઈક્રોફાઈનાન્સ રિટેલ લોન વેચાણ માટે મૂકી છે. આ લોન નોન પરફોર્મેન્સ એસેટ્સ બની ગઈ હતી. બેંકે 85 કરોડ રૂપિયાના રિઝર્વ પ્રાઈસ પર આ અનસિક્યોર્ડ લોન માટે સાર્વજનિક બિડ્સ મંગાવી છે. બિડ્સ પૂરી રીતે કેશ આધાર પર મંગાવી છે. બેંકે સાર્વજનિક બિડ પ્રક્રિયા દ્વારા આ લોનને ઈચ્છુક કંપનીને વેચવા માંગે છે. આ પહેલા ઈન્ડસઈન્ડ બેંકે ઓક્ટોબર 2024માં 525 કરોડ રૂપિયાના આકસ્મિક પ્રોવિઝન કરવાની જાણકારી આપી હતી. ત્યારબાદથી હજુ સુધી આ શેર લગભગ 25 ટકા ઘટી ચૂક્યો છે.
હવે બ્રોકરેજ ફર્મ DAM કેપિટલે ઈન્ડસઈન્ડ બેંકના શેર પર રિપોર્ટ બહાર પાડ્યો છે. બ્રોકરેજે શેર માટે ટાર્ગેટ 1,600 રૂપિયાથી ઘટાડીને 1,200 રૂપિયા પ્રતિ શેર કરી દીધો છે. જો કે, તેણે શેર પર ખરીદીની સલાહ યથાવત રાખી છે.
આ પણ વાંચોઃ
Manmohan Singh: ડો. મનમોહન સિંહના 6 કાર્યો, જેના માટે દેશ હંમેશા તેમનો ઋણી રહેશે
બ્રોકરેજે કહ્યું કે, માઈક્રોફાઈનાન્સ લેન્ડિંગમાં ચાલી રહેલા પડકારોને કારણે વર્તમાન નાણાકીય વર્ષ 2025ના બીજા 6 મહિનામાં નફા પર દબાણ રહેશે. બીજા 6 મહિનામાં RoAs 1 ટકાની મર્યાદામાં રહેશે, જેનાથી અર્નિંગ પ્રતિ શેરમાં ભારે કપાત થશે. બ્રોકરેજે બેંકના EPSમાં નાણાકીય વર્ષ 2025, નાણાકીય વર્ષ 2026 અને નાણાકીય વર્ષ 2027 માટે ક્રમશઃ 18 ટકા, 14 ટકા અને 13 ટકાનો કપાત કર્યો છે.
આ પણ વાંચોઃ
ભારતમાં સરકારી અને પ્રાઈવેટ બેંકોની સંખ્યા કેટલી? રિઝર્વ બેંકે આપ્યો જવાબ
DAM કેપિટલે કહ્યું કે, ત્રીજા ક્વાટરમાં બેંકનું સ્લિપેજ વધવાની આશા છે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે, લોન ગ્રોથમાં માઈક્રોફાઈનાન્સ લોન બુકમાં સતત ઘટાડાના કારણે બેંકની લોન ગ્રોથમાં વાર્ષિક આધાર પર 12 ટકા ઘટાડો આવી શકે છે.
ઈન્ડસઈન્ડ બેંકે હવે તેની માઈક્રોફાઈનાન્સ લોન બુકના કેટલાક હિસ્સાને વેચવાનો નિર્ણય કર્યો છે. પહેલી નજરમાં બેડ લોનનો ભાર ઘટાડવાનું પગલું સારુ લાગે છે, પરંતુ હાલ તે પાક્કુ નથી કે, શું તેનાથી બેંકની સામે રહેલા પડકારો ખત્મ થઈ જશે, કારણ કે તેની માઈક્રોફાઈનાન્સ લોનબુકનું કડ ઘણું મોટુ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર