IND vs PAK Live : પાકિસ્તાન પૂરી 50 ઓવર ન રમી શક્યું, ભારતને આપ્યો 242નો ટાર્ગેટ | ind vs pak live updates of champions trophy 2025 match in dubai

0
6

Champions Trophy 2025 માં આજે India vs Pakistan ની હાઇવૉલ્ટેજ મેચના કારણે દુનિયાભરના ક્રિકેટ ચાહકો ઉત્સાહિત છે. Dubai ના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટ્યા હતા. બંને દેશોમાં ક્રિકેટ ફેન્સ દ્વારા પોતાની ટીમના વિજય માટે પૂજા અને પ્રાથના કરવામાં આવી હતી. મેચ અગાઉ સુરક્ષાથી લઈને તમામ નાની મોટી તૈયારી કરી લેવામાં આવી હતી. બંને ટીમોએ મેચના આગળના દિવસે પ્રેક્ટિસમાં પરસેવો પાડ્યો હતો કારણ કે આ મેચ બંને ટીમો માટે મહત્વની છે. 

IND vs PAK LIVE SCORE:

તમામ મહત્ત્વની અપડેટ્સ LIVE

પાકિસ્તાન 241 પર ઓલઆઉટ

પાકિસ્તાનની ટીમ ભારત સામે પૂરી 50 ઓવર્સ રમી શકી નહોતી. પાક. બેટર્સની ધીમી રમત બાદ ટીમે 49.4 ઓવર્સના અંતે 10 વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા. ભારતને આ મેચ જીતવા માટે 242 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. 

કુલદીપ યાદવે બે બોલમાં બે વિકેટ ઝડપી

કુલદીપ યાદવે પાકિસ્તાનની છઠ્ઠી અને સાતમી વિકેટ ઝડપી હતી. જેમાં તેણે સતત બે બોલમાં બે વિકેટ ઝડપતાં સલમાન આગા અને શાહીન આફ્રિદીને પેવેલિયનભેગા કરી દીધા હતા. જેના કારણે આ મેચમાં પણ હેટ્રીકની તક ઊભી થઈ હતી. અગાઉ બાંગ્લાદેશ સામેની મેચમાં અક્ષર પટેલને આવી તક મળી હતી અને હવે કુલદીપ યાદવે પણ આવી સ્થિતિ ઊભી કરી હતી. જો કે બંને બોલર્સ આ તકોને હેટ્રીકમાં કન્વર્ટ કરી શક્યા નહોતા.

રવિન્દ્ર જાડેજાએ વિકેટ ઝડપ્યા બાદ જબરદસ્ત કેચ પકડ્યો

રવિન્દ્ર જાડેજાએ પોતાની છઠ્ઠી ઓવરના પહેલા જ બોલે તાહિરને બોલ્ડ કર્યો હતો. ભારતે 15 રનના ગાળામાં પાકિસ્તાનની ત્રણ મહત્વની વિકેટ ઝડપી લીધી હતી. એક સમયે પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે 150 રન હતો જે થોડા જ વખતમાં 165/5 થઈ ગયો હતો. ત્યાર બાદ કુલદીપ યાદવની બોલિંગ દરમિયાન તેણે સલમાન આગાનો શાનદાર કેચ પકડ્યો હતો અને પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ ખેરવવામાં પણ યોગદાન આપ્યું હતું.

હાર્દિક પંડ્યા ફરી ત્રાટક્યો, અક્ષરે રનઆઉટ બાદ હવે કેચ ઝડપ્યો

અગાઉ હાર્દિક પંડ્યાની બોલિંગમાં હર્ષિત રાણાએ રિઝવાનનો કેચ પાડ્યો હતો. જો કે ત્યાર પછી અક્ષર પટેલે તેને બોલ્ડ કર્યો હતો. ત્યાર પછી અક્ષર પટેલની બોલિંગમાં જ સઉદ શકીલનો કેચ કુલદીપ યાદવે છોડ્યો હતો. બાદમાં હાર્દિક પંડ્યા ફરી બોલિંગમાં આવતાં અક્ષરે તેનો કેચ ઝડપ્યો હતો. આમ આ મેચમાં અવારનવાર ગુજરાતીઓએ ટીમ ઈન્ડિયાને બચાવી હતી અને સેટ થઈ ગયેલા પાકિસ્તાનીઓને મેદાનની બહાર મોકલી દીધા હતા.

કુલદીપ યાદવે સેટ થયેલા શકીલનો કેચ પાડ્યો

ભારત માટે ખરાબ ફિલ્ડિંગ એક મોટો પ્રશ્ન બની ગયો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ત્રણ કેચ છૂટયા હતા તો પાકિસ્તાન સામેની મેચમાં પહેલા હર્ષિત રાણાએ કેપ્ટન રિઝવાનનો અને ત્યાર પછી કુલદીપ યાદવે સેટ થયેલા શકીલનો કેચ પાડ્યો હતો.

અક્ષરે તોડી ભાગીદારી

રિઝવાનનો કેચ છૂટયા બાદ તરત પછીની ઓવરમાં જ અક્ષર પટેલે તેને બોલ્ડ કર્યો હતો અને શકીલ સાથેની તેની આગળ વધતી ભાગીદારીને અટકાવી દીધી હતી. ભારત માટે આ વિકેટ ખૂબ જરૂરી હતી. ખરા સમયે ટીમને વિકેટ મળી હતી જેના કારણે ભારત પરથી દબાણ ઓછું થયું હતું. 

હર્ષિત રાણાએ કેપ્ટન રિઝવાનનો કેચ બાફ્યો

હાર્દિક પંડ્યાની બોલિંગ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાનનો કેચ ઉછળ્યો હતો જે હર્ષિત રાણા પકડી શક્યો નહોતો. હાર્દિક પંડ્યા તેના કારણે નિરાશ થઈ ગયો હતો. 

રિઝવાન સઉદની ધીમી રમત

ભારતીય બોલર્સની ચુસ્ત બોલિંગ સામે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી રહેલા કેપ્ટન મોહમ્મદ રિઝવાન અને સઉદ શકીલ શરૂઆતમાં સાવ ઢીલા પડી ગયેલા દેખાયા હતા. બંનેએ અત્યંત ધીમી રમત બતાવી હતી. 11મી ઓવરથી 20મી ઓવર સુધીમાં પાકિસ્તાની બેટર્સ માત્ર 27 રન બનાવી શક્યા હતા.

બંને ગુજરાતીઓ ચમક્યા

ભારતે તાજેતરમાં જીતેલા T20 વર્લ્ડકપની ફાઇનલમાં અક્ષર પટેલે ટીમ માટે મુશ્કેલીના સમયે 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. તો બોલિંગમાં હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આટલું જ નહીં હાર્દિક પંડ્યાએ દક્ષિણ આફ્રિકાની ઈનીંગની છેલ્લી ઓવરમાં 16 રન ડિફેન્ડ કર્યા હતા. આમ ભારતને જીત અપાવવામાં આ બંને દિગ્ગજોનું મોટું યોગદાન રહ્યું હતું. 

અક્ષર પટેલનો જબરદસ્ત થ્રો

સેટ થઈ ગયેલા પાકિસ્તાની ઓપનર ઈમામ ઉલ હકને અક્ષર પટેલના જબરદસ્ત થ્રોના કારણે મેદાન છોડવું પડ્યું હતું. ઈમામ ઉલ હક અને બાબર આઝમ વચ્ચે ઓપનિંગમાં સારી પાર્ટનરશિપ બની રહી હતી. એ જ સમયે 41 રનના સ્કોર પર હાર્દિક પંડ્યાએ બાબર અને 47 રનના સ્કોર પર ઈમામ ઉલ હકને અક્ષર પંડ્યાએ પેવેલિયનની બહાર મોકલી દીધા હતા. 

હાર્દિકે અપાવી ટીમને પહેલી વિકેટ, બાબરને બહાર મોકલી દીધો

ભારતીય ટીમને પહેલી વિકેટ હાર્દિક પંડ્યાએ અપાવી હતી. વિકેટ પાછળ લોકેશ રાહુલે બાબર આઝમનો કેચ ઝડપ્યો હતો. મોહમ્મદ શમીએ દુઃખાવાના કારણે સ્પેલ અધવચ્ચે છોડ્યો હતો જેના કારણે હાર્દિક પંડ્યાને બોલિંગ માટે બોલવાયો હતો. તેણે બાબર આઝમની વિકેટ ઝડપીને ઓપનિંગ પાર્ટનરશિપ તોડી નાખી હતી.

ભારત માટે ચિંતાનો વિષય

મોહમ્મદ શમીએ ઇજાના કારણે મેદાન છોડવું પડ્યું છે. વન-ડે વર્લ્ડકપ બાદ શમી ઈજામાંથી બહાર આવ્યા બાદ પહેલી ICC ટુર્નામેન્ટ રમી રહ્યો છે. શમીની ઇજાના કારણે ભારતીય બોલિંગ નબળી પડી શકે છે કારણ કે બુમરાહ પણ ઇજાના કારણે આ ટુર્નામેન્ટમાં નથી રમી રહ્યો માટે ભારત પાસે આ ટુર્નામેન્ટમાં અન્ય કોઈ સિનિયર ફાસ્ટ બોલર નથી. 

પ્રથમ ઓવરમાં 5 વાઈડ

ભારત માટે મેચની શરૂઆત સકારાત્મક રહી નહોતી. કારણ કે પ્રથમ ઓવરમાં સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 5 વાઈડ ફેંક્યા હતા. બીજી ઓવરમાં હર્ષિત રાણાએ એક વાઈડ ફેંકતા શરૂઆતની બે ઓવરમાં જ પાકિસ્તાની ટીમને 6 એકસ્ટ્રા રન મળી ગયા હતા. 

ટોસ જીતવા છતાં પાકિસ્તાને ભૂલ કરી?

કેટલાક એક્સપર્ટસના મતે ભારત પાકિસ્તાનની મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ટીમને ભારે પડી શકે છે. કારણ કે ભારત-પાકિસ્તાનની મેચ એક હાઇ વોલ્ટેજ મેચ હોય છે. મેચની શરૂઆતની ક્ષણોમાં બંને ટીમો પર દબાણ હોય છે. આવી સ્થિતિમાં, બેટિંગ કરતી ટીમને ઘણીવાર વધુ નુકસાન થાય છે. શરૂઆતમાં બોલર એક બે મોંઘી ઓવર ફેંકી શકે છે. તેનાથી બોલિંગ ટીમને બહુ ફરક પડતો નથી. પરંતુ જો બેટિંગ કરતી ટીમ શરૂઆતમાં 3-4 વિકેટ ગુમાવી દે તો તેની અસર આખી મેચ પર જોવા મળે છે. ભારતીય ફાસ્ટ બોલર્સ અને સ્પિનર્સ જે રીતે ફોર્મમાં છે. તે જોતાં એવું લાગે છે કે પાકિસ્તાન કેટલીક ઝડપથી વિકેટ ગુમાવી શકે છે. ટીમ ઇન્ડિયા તેમને સસ્તામાં આઉટ કરીને શરૂઆતથી જ મેચ પર કાબૂ મેળવી શકે છે. 

ફખર ઝમાન પાક. ટીમમાંથી બહાર

ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલમાં ભારત સામે સદી મારનારો ફખર ઝમાન ઇજાના કારણે આજની મેચમાંથી બહાર થઈ ગયો છે તેના સ્થાને ઈમામ ઉલ હક ઓપનિંગ કરશે. 

પાકિસ્તાન ટોસ જીત્યું

પાકિસ્તાની ટીમે ટોસ જીતીને દુબઈની આ મેચમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત સતત 12મો ટોસ હાર્યું છે. જો કે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે પણ ભારત ટોસ હાર્યા બાદ મેચ આસાનીથી જીતી ગયું હતું.

વન-ડેમાં સતત સૌથી વધુ ટોસ હારવાનો રેકોર્ડ

ભારતે વન-ડેમાં સતત 12 ટોસ હારવાનો અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડકપ 2023થી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાક. સામેની મેચ સુધીમાં ભારત એકપણ ટોસ જીત્યું નથી.

ભારત એ જ ટીમ સાથે રમશે, કોઈ ફેરફાર નહીં

બાંગ્લાદેશ સામે ભારત જે ટીમ સાથે રમ્યું અને જીત્યું હતું એ જ ટીમ પાકિસ્તાન સામે પણ યથાવત રહેશે. ભારતે પોતાના ટીમ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર કર્યો નથી. પ્રથમ મેચમાં અર્શદીપ સિંહને ટીમમાં સ્થાન મળ્યું નહોતું અને હર્ષિત રાણાને તક મળી હતી એ જ રીતે આ મેચમાં પણ હર્ષિત રાણા જ મોહમ્મદ શમી સાથે ફાસ્ટ બોલિંગની ધુરા સંભાળશે. 

છેલ્લે આ ટુર્નામેન્ટમાં બંને ટીમો છેક 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આમનેસામને ટકરાઇ હતી જેમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. ભારત આ હારનો બદલો લેવા ઉતરશે જેમાં તેને બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચમાં મળેલી જીતનો આત્મવિશ્વાસ મદદરૂપ થશે. તો બીજી તરફ પાકિસ્તાની ટીમને પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે તેણે ટુર્નામેન્ટમાં ટકી રહેવા અને ફાઇનલમાં પહોંચવા માટે દાવેદારી મજબૂત કરવા માટે ભારત સામેની મેચ જીતવી પડશે. 

ભારતની સંભવિત પ્લેઈંગ 11:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી

પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ 11:

બાબર આઝમ, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન, વિકેટકીપર), ઈમામ-ઉલ-હક, સલમાન અલી આગા (વાઈસ કેપ્ટન), તૈયબ તાહિર, ખુશદિલ શાહ, અબરાર અહમદ, હારિસ રઉફ, નસીમ શાહ, શાહિન શાહ આફ્રિદી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here