IND VS PAK ASIA CUP: ભારત સામે મેચ પહેલા પાકિસ્તાની ક્રિકેટર કોહલી પર ફીદા, કહ્યું દુનિયાનો કોઈ ખેલાડી આવું…

HomeCrimeIND VS PAK ASIA CUP: ભારત સામે મેચ પહેલા પાકિસ્તાની ક્રિકેટર કોહલી...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

પીપલોદની કમલ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ

કાર્યક્રમમાં રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ ઉપસ્થિત રહ્યાંયાત્રામાં વિદ્યાર્થિનીઓએ કરેલા લેજિમ નૃત્યે ભારે આકર્ષણ જમાવ્યુંતિરંગા યાત્રા કાર્યક્રમ માં દરેક બાળકોને રાષ્ટ્રધ્વજ આપીને રાજ્યમંત્રી ખાબડ પણ યાત્રા...

ક્રિકેટ જગતમાં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચેની કટ્ટર હરીફાઈ આખું વિશ્વ જાણે છે. મેદાનમાં બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે ઘણી વખત દલીલો કરતા જોવા મળે છે. જોકે, ઘણી વખત એકબીજાના પ્લેયર્સના વખાણ કરતા હોવાનું પણ સામે આવતું હોય છે. વિરાટ કોહલી અને બાબર આઝમ એકબીજાના વખાણ કરતા ઘણી વખત જોવા મળ્યા છે.

કોહલી કરી શક્યો તેવું અન્ય કોઈ ખેલાડી કરી શક્યો ન હોત

પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાદાબ ખાને પણ હવે વિરાટ કોહલીની પ્રશંશા કરી છે. તેણે 2022ના T-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની યાદગાર મેચને યાદ કરી છે. તે મેચમાં વિરાટ કોહલી અદભૂત ફિનિશિંગ કરીને ભારતને જીતની નજીક લઈ આવ્યો હતો. શાદાબે પણ આ વાત કોઈપણ ખરકાટ વગર સ્વીકારી છે. તેનું કહેવું છે કે, વિરાટ સિવાય વિશ્વનો અન્ય કોઈ બેસ્ટમેન તે સમયે જીત છીનવી શક્યો ન હોત.

શાદાબે સ્ટાર સ્પોર્ટ્સને તે મેચ યાદ કરીને જણાવ્યું હતું કે, વિરાટ કોહલી જે રીતનો બેટ્સમેન છે અને તેણે અમારી સામે જે રીતે પ્રદર્શન કર્યું છે, T20 વિશ્વ કપની ફાઈનલ મેચમાં તેણે જે રીતે બેટિંગ કરી હતી, તે જોતાં મને નથી લાગતું કે, દુનિયાનો અન્ય કોઈ ખેલાડી તે વખતે જોવા મળેલી પરિસ્થિતિમાં અમારા મજબૂત બોલિંગ આક્રમણ સામે વિરાટ જેવું રમી શક્યો હોત. તેણે ઉમેર્યું કે ખાસ વાત તો એ છે કે, તે કોઈ પણ તબક્કે કોઈપણ સમયે તે પ્રકારની બેટિંગ કરી શકે છે.

આ પણ વાંચો:
Asia Cup 2023- જો આવું થયું તો પાકિસ્તાનની ટીમ જશે સીધી ફાઇનલમાં, ભારતનો રસ્તો મુશ્કેલ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માઇન્ડ ગેમ્સ

શાદાબ જણાવે છે કે, કોહલી જેવા ખેલાડીનો સામનો કરવા માટે ઘણી બધી તૈયારી કરવી પડે છે. તેમાં મેચ દરમિયાન માઇન્ડ ગેમ્સ પણ શામેલ હોય છે. તેણે ઉમેર્યું કે, કોહલી વિશ્વ કક્ષાનો ખેલાડી છે. તમારે તેનો સામનો કરવા માટે પ્લાન બનાવવા પડે. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માઇન્ડ ગેમ્સ રમાતી હોય છે, તે લેવલ સુધી પહોંચવા તે કરવું પડે છે. આ બધું તમે એકબીજાના દિમાગને કઈ રીતે વાંચો છો? બોલર અને બેટ્સમેન એકબીજાના મનને કેવી રીતે વાંચે છે? અને તે પરિસ્થિતિ શું છે? તેના પર પણ નિર્ભર છે.

WC 2023ની ટીમમાં સંજુ સેમસનને બદલે ઇશાન કિશન કેમ? ટીમ ઈન્ડિયાનાં ક્રિકેટરે આપ્યું કારણ


WC 2023ની ટીમમાં સંજુ સેમસનને બદલે ઇશાન કિશન કેમ? ટીમ ઈન્ડિયાનાં ક્રિકેટરે આપ્યું કારણ

કોહલી સહિતના ખેલાડીઓ પર ચાહકોની નજર

ભારત અને પાકિસ્તાનની ટક્કર સમયે ચાહકોની નજર કોહલી સહિતના ખેલાડીઓ પર રહેશે. પાકિસ્તાનના શાબાદ અને ડાબોડી પેસર શાહીન આફ્રિદી પણ અત્યારે ચર્ચાનો વિષય છે. 2021ના T-20 વર્લ્ડ કપ દરમિયાન તેણે ભારતીય ટીમને હંફાવી દીધી હતી.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon