તાપી જિલ્લામાં માર્ગ અને મકાન (પંચાયત વિભાગ) હસ્તક આજરોજ રોડને લગતા વિવિધ ખાતમુહુર્ત કરવામાં આવ્યા. રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે સોનગઢ તાલુકામાં એક જ દિવસે ત્રણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. જેમાં બેડી નવચૌડી ફળિયા રોડનું 2 કિ.મીના માર
.
આ ખાતમુહૂર્ત નિમિતે રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઇએ જણાવ્યું હતું કે, આ ખાતમુહૂર્ત એક ત્રિવેણી સંગમ સમાન ઘટના છે. સોનગઢ તાલુકાના સીધાસાધા ખેડૂત મિત્રો માટે સુરત સોનગઢ તેમજ આસપાસના વિસ્તારોમાં જવા માટે રસ્તાઓનું સમારકામ જરૂરી હતું. આજે આપણા અંતરિયાળ તાલુકાઓ અને ગામડાઓ સુધી દરેક જગ્યાએ રોડ નવા બની ગયા છે. આજે ગામે ગામની રોનક બદલાઈ છે. આ ત્રણે ખાતમુહૂર્તને અંતે ઉખલદા ગામના પ્રાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સત્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉખલદાના મોટી ફળિયા રોડ તેમજ બેડીના નવચૌડી ફળિયા રોડના 2 કિ.મી લંબાઇ ધરાવતા આ બંને રોડને કિસાન પથ યોજના વર્ષ 2023-24 અંતર્ગત પ્રત્યેક રોડને 64.90 લાખ લેખે વહીવટી મંજૂરી આપવામાં આવી છે.