ધનસુખ સોલંકી કચ્છના શિક્ષણ વિભાગમાં વર્ષોથી શિક્ષકોની ઘટ વર્તાય છે અને તેની વચ્ચે બદલીઓનો દોર શરૂ થતા કચ્છનું પ્રાથમિક શિક્ષણ વધુ ડામાડોળ થાય તેવું વર્તાઈ રહ્યું છે. ભચાઉ તાલુકામાં પણ બદલીઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે જેને લઈને પ્રાથમિક શિક્ષકોની 50
.
ભચાઉ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 250થી વધુ શિક્ષકોના બદલીના ઓર્ડર થઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં બીજો દોર પણ શરૂ થશે. આ કારણે તાલુકામાં 50% થી વધુ શિક્ષકોની ઘટ ઉભી થશે. તાલુકામાં હાલ 165 પ્રાથમિક શાળા છે જેમાં મંજૂર મહેકમ મુજબ 984 શિક્ષકો જોઈએ પરંતુ તેની સામે 744 શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે.
હાલ 240 શિક્ષકોની ઘટ છે તેવામાં 250 જેટલા શિક્ષકોની બદલીના આદેશ પ્રથમ તબક્કામાં કરાયા છે. બીજા તબક્કામાં 150 થી વધુ શિક્ષકોએ બદલીની માંગણી કરી છે. બદલીના દોરને લઈને 490 શિક્ષકોની હાલ ઘટ થવા જઈ રહી છે. આમ અડધો અડધ શિક્ષકોની જગ્યા ખાલી થશે. આ સંજોગોમાં શાળાઓમાં ભણતા બાળકોનું શિક્ષણ કેટલી હદે કથળી જશે તે આંકડાઓ ઉપરથી જોઈ શકાય છે.
વાલીઓ પણ બાળકોના શિક્ષણ પ્રત્યે ઉદાસીન વાગડ વિસ્તાર વર્ષોથી શિક્ષણના અભાવે પછાત ગણાતો આવ્યો છે. કેટલાક ગામોમાં વાલીઓ પણ બાળકોના અભ્યાસ પ્રત્યે ઉદાસીનતા દાખવતા હોવાથી શિક્ષકોની ઘટ કે અપૂરતી હાજરી જોવા મળે છે. આ તમામ બાબતોની જાણ હોવા છતાં કોઇ વાલી શિક્ષણ વિભાગમાં રજૂઆત માટે જતા ન હોવાનું જાણવા મળ્યું હતું.
નવી ભરતી ન થાય ત્યાં સુધી શિક્ષકોને છૂટા ન કરો જિલ્લામા શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની નવી ભરતી ન થાય ત્યાં સુધી બદલી કરાયેલા શિક્ષકોને છુટા કરવામાં ન આવે તો બાળકોનું શિક્ષણ ન બગડે તે વાત સ્પષ્ટ છે. કચ્છમાં બદલીઓના કારણે અંદાજિત 5,000 થી વધુ શિક્ષકોની ઘટ ઉભી થશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.