સમગ્ર ગુજરાતમાં ઈડર ગરમી માટે પ્રખ્યાત છે પરંતુ ગતરોજ સાબરકાંઠાના ઇડરમાં અવિરત વરસાદના પગલે સમગ્ર વિસ્તાર કુદરતી સૌંદર્યની પ્રતિકૃતિ સમાન બન્યો છે. જેમાં છેલ્લા કેટલાય સમયથી બંધ રહેલા ઝરણા અરવલ્લીની ગિરિમાળાઓમાં ઠેક ઠેકાણે વહી રહ્યા છે. જેના પગલે મીની કાશ્મીરની ઉપમા પામેલ પોલો ફોરેસ્ટની મુલાકાત લેનારા લોકો અરવલ્લીની ગિરિમાળાના ધોધના મુલાકાતી બને તો નવાઈ નહિ.
ગિરિમાળાઓ લીલાછમ ચાદર વચ્ચે વાદળોની સંતાકુકડી
સમગ્ર વિશ્વમાં પ્રાચીન ગણાતી અરવલ્લી ગીરી મારા હાલમાં અવિરત વરસાદના પગલે કુદરતી સૌંદર્ય ની પ્રતિકૃતિ બની રહી છે. સમગ્ર અરવલ્લીની ગિરિમાળામાં ઈડરના પહાડો વચ્ચે આવેલા આવેલા કર્ણવનાથ મહાદેવ મંદિર નજીક તેમજ ઇડર ની પર્વતિય ગિરિમાળાઓ સમગ્ર મહોલ મીની કાશ્મીર જેવું બન્યું છે. હાલમાં ઈડર સહિતના આસપાસના પહાડો માંથી ખળખળ વહેતા ઝરણા સૌ કોઈને આકર્ષિત કરી રહ્યા છે સામાન્ય રીતે પ્રકૃતિ પ્રેમીઓ માટે આ દ્રશ્યો આલાદક બની રહેતા હોય છે જોકે આરોગ્યની દ્રષ્ટિએ પણ સતત વહેતા ઝરણા સહિત કુદરતી વાતાવરણની વચ્ચે માનવ માત્ર અશાંત જીવનની વચ્ચે શાંતિ આપનારું તેમજ સ્વસ્થતા પ્રાપ્ત કરનાર બની રહે છે. સમગ્ર પહાડો અવરવલ્લી ગિરિમાળાઓ લીલાછમ ચાદર વચ્ચે વાદળોની સંતાકુકડી અને મનમોહક ઝરણાં અને પક્ષીઓનો કલરવ વચ્ચે તમે સુંદર નજારો અને અનુભવ મને શાંત કુદરતી ખૂણામાં હોય તેવું અનુભવ કરાવતી જગ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ આવતા હોય છે.
સ્થાનિક કક્ષાએ રોજગારી સહિત સૌંદર્યના સ્થાનમાં વધારો થશે તે નક્કી
સામાન્ય રીતે કોઈપણ વિસ્તાર આરોગ્ય તેમજ સૌંદર્યની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોય તો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે ત્યારે હાલમાં ઇડરના પહાડો માંથી વહી રહેલા કેટલાય ઝરણાઓ દરેક મુલાકાત માટે અવિસ્મરણીય અનુભવ સમાન છે જોકે સ્થાન્ય વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકાર દ્વારા આવી જગ્યાઓને ચોક્કસ સ્થાન આપી પ્રવાસન ધામ અંતર્ગત વિકસિત કરાય તો આગામી સમયમાં સ્થાનિક કક્ષાએ રોજગારીને પણ તક મળી શકે તેમ છે. એક તરફ છેલ્લા કેટલાક સમયથી મીની કાશ્મીરમાં સ્થાનિક પ્રવાસીઓ માટે વિવિધ પ્રતિબંધો ની ભરમાર શરૂ થઈ છે તેવા સમયે ઇડરના પહાડો વચ્ચે વહેતા ઝરણા કોઈપણ પ્રવાસીને આલ્હાદક અનુભવ આપી શકે તેમ છે. જોકે આગામી સમયમાં કુદરતી સૌંદર્ય થી ઘેરાયેલ ઈડરના પહાડો મામલે તંત્ર દ્વારા ચોક્કસ કોઈ પગલાં લેવાશે તો સ્થાનિક કક્ષાએ રોજગારી સહિત સૌંદર્યના સ્થાનમાં વધારો થશે તે નક્કી છે.