ક્રિકેટ ફેન્સ મેન્સ વર્લ્ડ કર 2023 શરૂઆત કોઈ પોઝિટિવ નોટ પર થવાને બદલે ફેન્સની નારાજગીથી થઈ છે. હૈદરાબાદના ઉપ્પલ સ્ટેડિયમમાં સીટોની દુર્દશા સામે આવ્યા બાદ હવે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સીટોની પણ તસ્વીરો સામે આવી હતી. આ તસ્વીરો સામે આવ્યા બાદ બીસીસીઆઈને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યાર પછી ભારત અને બાંગ્લાદેશ વર્લ્ડ કપ 2023નો મુકાબલો ભારત જીત્યું હતું પણ એ દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ વળાંક લીધો હતો કારણ કે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે સીટ તૂટી ગઈ હોવાની વાત સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ હતી. અસંતુષ્ટ ચાહકોએ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
એક સમયે ચાલુ મેચમાં દર્શકોની નબળી સીટની ગુણવત્તાની ફરિયાદોથી વિકટ બની ગઈ હતી. સોશ્યલ મીડિયા પર કેટલાક ફોટોઝ પણ શેર કરવામાં આવ્યા હતા.
ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની ઓપનિંગ મેચ જોવા ગયેલા એક ક્રિકેટ ફેન દ્વારા સીટોની ખરાબ સ્થિતિ અને તેની નિરાશા વિશે ટિપ્પણી કરવામાં આવી હતી. આ વ્યક્તિએ તેના સોશિયલ મિડીયા અકાઉન્ટ પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સ્ટેડિયમની સીટ્સનો એક ફોટો શેર કર્યો અને તેના કેપ્શનમાં લખ્યું કે, માત્ર હૈદ્રાબાદ જ નહી પણ અમદાવાદની રૂ. 2 હજારની ટિકીટ વાળી સીટના પણ તેવા જ હાલ છે. આ સાથે જ અન્ય એક વ્યક્તિએ પણ સીટની દુર્દશા બતાવતો એક વિડીયો અપલોડ કર્યો હતો.
હૈદરાબાદ સ્ટેડિયમમાં પણ સીટની ખરાબ હાલત
ઉલ્લેખની છે કે ICC વર્લ્ડ કપ દરમિયાન મેચોમાં સીટની આવી દુર્દશાને લઈને પહેલા પણ ફરિયાદો ઉઠી ચૂકી છે.અગાઉ પણ એક ક્રિકેટ રાઈટરે પોતાના અકાઉન્ટ પર ઉપ્પલ સ્ટેડિયમમાં સીટોની સ્થિતી દર્શાવતો ફોટો શેર કર્યો હતો. તેણે જણાવ્યું કે, “ઉપ્પલ સ્ટેડિયમમાં કંઈ ખાસ બદલાયું નથી. માત્ર વિન્ડો ડ્રેસિંગ અને સ્પેક્ટેટરો માટે વ્યવસ્થા કરાઈ છે પણ દર્શકો માટે હાલ પણ કોઈ વ્યવસ્થા નથી.
આ પણ વાંચો:
બાબરને કેપ્ટન્સીમાંથી કાઢો, રોહિત-વિરાટનાં ખરા દુશ્મનને સોંપી દો ટીમ: પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર
આની પ્રતિક્રિયામાં કેટલાક યૂઝર્સે આ ફોટો જૂના અને બનાવટી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ત્યારે ફોટો પોસ્ટ કરનાર યૂઝર તરફથી સાબિતી તરીકે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડના વોર્મઅપ મેચની ટિકિટનો ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો.
વર્લ્ડકપમાં હજુ પણ ચેમ્પિયન બની શકે છે પાકિસ્તાન, પહેલાંની જેમ કરવું પડશે જાદુ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ છે આવી સ્થિતી
અમદાવાદમાં આવેલું 132,000 દર્શકોની બેઠક ક્ષમતા ધરાવતું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ છે. જણાવી દઈએ કે, 24 ફેબ્રુઆરી, 2021 ના રોજ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની માલિકીના આ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતું.અહીં, ICC વર્લ્ડ કપ 2023માં અહીં ભારત- પાકિસ્તાનનો મહામુકાબલો અને ફાઈનલ પણ યોજાવાના છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર