એશિયા કપ 2023માં શાનદાર પર્ફોમન્સ બાદ ટીમ ઇન્ડિયા માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. એશિયા કપ 2023ના સુપર ફોર સ્ટેજમાં બે જીત બાદ ટીમ ઇન્ડિયા આઈસીસી વનડે રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. ગુરુવારે કોલંબોમાં રમાયેલી વર્ચ્યુઅલ નોકઆઉટ ક્લેશમાં પાકિસ્તાનની ટીમે શ્રીલંકા સામે ખરાબ પ્રદર્શન કરતા પાકિસ્તાનની ટીમ ત્રીજા નંબરની પોઝિશન પર સરકી ગઈ છે. અગાઉ રવિવારે ભારતે ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી. પણ પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગયું હતું.
રેન્કિંગ ચાર્ટ પર નજર કરીએ તો વન ડેમાં 118 રેટિંગ પોઈન્ટ્સ સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ રેન્કિંગમાં મોખરે છે. જ્યારે ભારત 116 પોઇન્ટ્સ સાથે બીજા અને પાકિસ્તાન 115 પોઇન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. 103 પોઇન્ટ સાથે ઇંગ્લેન્ડની ટીમ ચોથા સ્થાને અને 102 પોઇન્ટ સાથે કિવિઝ પાંચમા સ્થાને છે. બાદના 3 સ્થાન પર અનુક્રમે દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને બાંગ્લાદેશ છે. તો બીજી તરફ અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સૌથી છેલ્લા સ્થાન પર છે.
22 સપ્ટેમ્બરથી શરૂ થનારા વર્લ્ડ કપ 2023 પહેલા ઓસ્ટ્રેલિયા અને ભારત ત્રણ મેચની વનડે રમશે. જ્યારે બંને ટીમ વચ્ચે સીડબ્લ્યુસીની મેચ 5 ઓક્ટોબરે ચેન્નાઇમાં રમાશે.
એશિયા કપ 2023ની શરૂઆત પહેલા પાકિસ્તાન યાદીમાં નંબર વન પર હતું. જોકે, તેની છેલ્લી બે સુપર ફોર મેચોમાં નબળા આઉટિંગને પગલે આઇસીસી રેન્કિંગ ટેબલ પર નીચે સરકી ગઇ છે. પાકિસ્તાને તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. કોલંબોમાં બે દિવસીય મેચમાં પાકિસ્તાન ભારત સામે 228 રનથી હાર્યુ હતું.
પાકિસ્તાનનુંં સપનું તૂટ્યુું
ફાઇનલમાં પ્રવેશ માટે પાકિસ્તાનને ઘણી અપેક્ષા હતી. પણગુરુવારે શ્રીલંકા સામેની વર્ચ્યુઅલ નોકઆઉટ મેચમાં પાકિસ્તાનને હાર મળી હતી. શ્રીલંકાએ બે વિકેટ હાથમાં રાખીને મેચ જીતી લીધી હતી. આ સાથે એશિયા કપમાં ભારત સામે પ્રથમ ફાઇનલમાં પહોંચવાની પાકિસ્તાનની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. પાકિસ્તાન હવે પછી 28 સપ્ટેમ્બરથી શરૂ થનારી વર્લ્ડ કપની વોર્મ-અપ મેચો દરમિયાન વન-ડે મેચમાં ભાગ લેશે.
એશિયા કપમાં રોહિત શર્માનું રાજ, 5 વર્ષ સુધી જાળવ્યો આ રેકોર્ડ
વર્લ્ડ કપ માટે તૈયાર છે ટીમ ઈન્ડિયા
ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવાની તૈયારીમાં છે અને ટીમ ઇન્ડિયા સંપૂર્ણ રીતે તૈયાર જણાઈ રહી છે. કેએલ રાહુલ અને ઇશાન કિશને હાલમાં ચાલી રહેલા એશિયા કપમાં સારું પર્ફોમન્સ દેખાડવાની તકો ઝડપી લીધી છે. જેના કારણે મિડલ ઓર્ડરની ચર્ચાનો અંત આવી જશે તેમ લાગી રહ્યું છે. આ ઉપરાંત શ્રેયસ અય્યરની સંપૂર્ણ ફિટનેસ મેન ઇન બ્લુ માટે વધુ એક પ્લસ પોઇન્ટ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર