ભારત સરકાર દ્વારા ભાજપના પૂર્વ મહામંત્રી અને પાટણના કે.સી.પટેલની હુડકોમાં સ્વતંત્ર બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકને વધાવવા રવિવારે લેમોનેટ પાર્ટી પ્લોટ ખાતે અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
.
કાર્યક્રમમાં પાટણ, તાલુકા અને સરસ્વતી તાલુકા સહિત સમગ્ર જિલ્લાના આગેવાનો હાજર રહેશે. રાહુલ પટેલ, ગિરીશ મોદી, હર્ષ પટેલ, કિશોર મહેશ્વરી, દર્શક ત્રિવેદી, ભરત પટેલ, દિલીપ દેસાઈ, કિરણ દેસાઈ અને જેતાજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમમાં 15000 કિલોથી વધુ અનાજ એકત્રિત કરવામાં આવ્યું છે. આમાં ઘઉં, બાજરી, બંટી, જુવાર અને મકાઈનો સમાવેશ થાય છે. આ અનાજની પૂજા-અર્ચના કર્યા બાદ કે.સી.પટેલને અર્પણ કરાશે. એકત્રિત અનાજનું વિતરણ પશુ-પક્ષીઓને કરવામાં આવશે. બાકીનું અનાજ શ્રી હરિઓમ ગૌશાળા અને વચ્છરાજ દાદાની ગૌશાળામાં મોકલવામાં આવશે.
એપીએમસીના ચેરમેન સ્નેહલ પટેલે જણાવ્યું કે આ નવતર સેવાભાવી કાર્યક્રમ નવી દિશા ચીંધનારો બની રહેશે. પાટણ શહેરની સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ વિવિધ ભેટ સોગાદથી સન્માન કરશે. સરસ્વતી તાલુકાના નગરજનો નોટબુક અને અન્ય ભેટ સોગાદથી અભિવાદન કરશે.
[ad_1]
Source link