Honda and Nissan Motors may merge | હોન્ડા અને નિસાન મોટર્સ મર્જ થઈ શકે છે: કંપનીઓ એકસાથે આવીને ટોયોટા સાથે સ્પર્ધા કરવા માગે છે, નિસાનના શેરમાં 24%નો વધારો

HomesuratHonda and Nissan Motors may merge | હોન્ડા અને નિસાન મોટર્સ મર્જ...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

નવી દિલ્હી3 કલાક પેહલા

  • કૉપી લિંક

હોન્ડા મોટર કંપની અને નિસાન મોટર કંપનીનું મર્જર થઈ શકે છે. બંને કાર ઉત્પાદકો એકસાથે આવવા અને ટોયોટા મોટર કોર્પોરેશન સાથે વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવાનું વિચારી રહી છે.

હોન્ડાના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શિનજી ઓયામાએ જણાવ્યું હતું કે, મર્જર સિવાય, હોન્ડા અને નિસાન બંને કંપનીઓ મૂડી જોડાણ અને હોલ્ડિંગ કંપનીની રચના સહિતના અન્ય ઘણા વિકલ્પો પર પણ ચર્ચા કરી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિત્સુબિશી મોટર્સ કોર્પ પણ આ સોદામાં સામેલ થઈ શકે છે, કારણ કે તે નિસાન સાથે પહેલાથી જ મૂડી સંબંધો ધરાવે છે.

નિસાનના શેર 24% વધ્યા, હોન્ડા 3% ઘટ્યા

હોન્ડા-નિસાનના મર્જરના સમાચાર પછી, જાપાનના ટોક્યો સ્ટોક એક્સચેન્જ (TYO) પર નિસાનના શેરમાં 23.70%નો વધારો થયો છે. જ્યારે હોન્ડા મોટરના શેરમાં 3.04%નો ઘટાડો થયો હતો.

મર્જર બાદ જાપાનમાં બે મોટી કંપનીઓની રચના થશે

આ સોદા સાથે, બે મોટી કંપનીઓ જાપાનના ઓટો ઉદ્યોગમાં કામ કરશે – પ્રથમ: હોન્ડા, નિસાન અને મિત્સુબિશી દ્વારા નિયંત્રિત હોલ્ડિંગ કંપની અને બીજી: ટોયોટા ગ્રૂપની કંપનીઓનો સમાવેશ કરતું જૂથ.

નિસાને હાલમાં ફ્રાન્સની રેનો SA સાથેના સંબંધો ઘટાડી દીધા છે. જ્યારે હોન્ડાએ જનરલ મોટર કંપનીમાંથી પીછેહઠ કરી છે. હોન્ડા અને નિસાન વચ્ચે આ ડીલની ચર્ચા થાય તે પહેલા, વર્ષની શરૂઆતમાં બંને કંપનીઓ ઇલેક્ટ્રિક વાહન બેટરી અને સોફ્ટવેર પર સાથે કામ કરવા માટે સંમત થઈ હતી.

નિક્કીના અહેવાલ મુજબ, બંને કાર નિર્માતાઓ નવી હોલ્ડિંગ કંપનીમાં શેર કરેલ ઇક્વિટી હિસ્સાની ચર્ચા કરવા માટે સમજૂતી કરાર અથવા એમઓયુ પર હસ્તાક્ષર કરવાની યોજના બનાવી રહ્યા છે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon