શરીરમાં લોહીની ઉણપ એટલે કે હિમોગ્લોબિન ઓછુ હોવાને કારણે ઘણી શારિરીક તકલીફોનો સામનો કરવો પડે છે. એચબી ઓછુ થવાને કારણે લાલ રક્તકણો ઘટવા લાગે છે, જેના કારણે શરીરમાં લોહી ઘટે છે. જો આ લાંબા સમય સુધી થાય છે, તો શરીરમાં થાક, નબળાઇ અને ઉર્જાનો અભાવ લાગે છે. આયર્ન યુક્ત ખોરાક ખાવાથી લોહીની ઉણપની ભરપાઈ કરી શકાય છે. એનિમિયા દૂર કરવા માટે કિસમિસ ખાવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ત્યારે આવો જાણીએ કિસમિસનું સેવન કેવી રીતે કરવું ?
લોહી વધારવા માટે કિસમિસ કેવી રીતે ખાવી
શરીરમાં લોહી વધારવા, હિમોગ્લોબીન વધારવા અને આયર્નની ઉણપને દૂર કરવા માટે કિસમિસ પલાળીને ખાવી જોઈએ. પલાળેલી કિસમિસ ખાવાથી આયર્નની ઉણપ દૂર થાય છે. તે પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર પ્રદાન કરે છે. દરરોજ કિશમિશ ખાવાથી એનિમિયા જેવી બીમારી દૂર થઈ શકે છે. આ માટે લગભગ 20-25 કિસમિસને ધોઈને 1 કપ સ્વચ્છ પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને સૌથી પહેલા કિસમિસનું પાણી પીવો. ત્યાર બાદ પલાળેલી કિસમિસને ચાવીને ખાઓ.
પલાળેલી કિસમિસ ખાવાના ફાયદા
- પલાળેલી કિસમિસ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
- દરરોજ પલાળેલી કિસમિસ ખાવાથી ભરપૂર ફાઈબર મળે છે, જે કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓથી રાહત આપે છે.
- કિસમિસને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ હાડકા અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
- જે લોકોને શ્વાસની દુર્ગંધ આવતી હોય તેઓએ પણ દરરોજ પલાળેલી કિસમિસનું સેવન કરવું જોઈએ.
- હાઈપરટેન્શન અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ દરરોજ પલાળેલી કિસમિસનું સેવન કરવું ફાયદાકારક છે.
- જે લોકોનું વજન આસાનીથી વધતું નથી તે લોકોએ દરરોજ પલાળેલી કિસમિસનું સેવન કરવું જોઈએ, તેનાથી વજન તંદુરસ્ત રીતે વધે છે.
- પલાળેલી કિસમિસની સાથે કિસમિસનું પાણી પીવું પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.