Happy Diwali: દિવાળીમાં મીઠાઇ બહુ ખવાઇ ગઇ? ગ્રીન જ્યુસ કરશે સુગર કંટ્રોલ

HomesuratHealthHappy Diwali: દિવાળીમાં મીઠાઇ બહુ ખવાઇ ગઇ? ગ્રીન જ્યુસ કરશે સુગર કંટ્રોલ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

દિવાળીનો તહેવાર ખુશી, રોશની અને મીઠાઈનું પ્રતિક છે. આ સમય દરમિયાન આપણે બધા ઘણી બધી મીઠાઈઓ ખાઈએ છીએ. પરંતુ ઘણીવાર મીઠાઇ સ્વાસ્થ્ય પર માઠી અસર કરે છે. ખાસ કરીને જો સુગર લેવલ વધવાની કે ઘટવાની સમસ્યા હોય. પરંતુ ચિંતાની કોઇ વાત નથી. આજે તમને હેલ્ધી ગ્રીન જ્યુસ વિશે જણાવીશું કે જેનું સેવન કરવાથી તમારુ સુગર લેવલ નિયંત્રિત કરી શકો છો. ત્યારે આવો જાણીએ કયા ગ્રીન જ્યુસ પીવા.

1. કાકડી-પાલકનો રસ
આ રસ તમારા શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને તમારા શુગર લેવલને સંતુલિત કરવામાં મદદ કરે છે. પાલકમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને કાકડીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે પાચનને સુધારે છે. આ જ્યુસ પીવાથી શરીરમાં સુગર વધશે નહી. આ જ્યુસ બનાવવા માટે તમારે અડધી કાકડી અને 1 કપ પાલક લેવો. આ બંનેને મિક્સરમાં પીસી લો અને પછી તેમાં લીંબુનો રસ મિક્સ કરી, થોડા મરી નાંખીને પીઓ.

2. સેલરી અને લીંબુનો રસ
કોથમીર ઓછી કેલરીવાળો ખોરાક છે. તેનું સેવન કરવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ સંતુલિત રહે છે. આ જ્યુસનું સેવન કરવાથી હૃદયના સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. ડાયાબિટીસના દર્દીઓ દિવાળી અને તહેવારોમાં આ રસ પી શકે છે. જે બનાવવા માટે તમારે કોથમીરને નાના ટુકડાઓમાં કાપવી પડશે અને પછી જ્યુસરમાં રસ કાઢવા માટે મૂકો. આ પછી લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પીવો.

3. કારેલાનો રસ
કારેલા કડવા છે પણ ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે. હા, કારેલામાં રહેલા સંયોજનો ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરે છે. આ જ્યુસ સતત થોડા દિવસો સુધી પીવાથી શુગરના દર્દીઓને જ ફાયદો થશે. કારેલાનો રસ બનાવવા માટે તમારે કારેલાના નાના ટુકડા કરો ત્યાર પછી બીજ કાઢીને તેને મિક્સરમાં પીસી લો. હવે તેને ગાળીને તેમાં લીંબુનો રસ નાખી પીવો.

4. કેળ અને લીલા સફરજનનો રસ
કેળ અને લીલા સફરજન બંને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આને રોજ ખાવાથી સુગર કંટ્રોલમાં કરી શકાય છે. ઉપરાંત, સફરજનને કારણે આ રસ તમને ફિક્કો નહી લાગે. કેળના પાન અને સફરજનનો રસ પણ સ્વાદમાં ઉત્તમ છે. આને બનાવવા માટે તમે કેળના પાનને ધોઈને મિક્સરમાં પીસવા પડશે, 1 લીલા સફરજનના ટુકડા કરીને તેની સાથે ગ્રાઇન્ડ કરવા પડશે. તેને ફિલ્ટર કર્યા વગર પીવાથી વધુ ફાયદો થાય છે.

5. કોબી અને પાલકનો રસ
સાંભળીને નવાઇ લાગે કે કોબીનો જ્યુસ હોતો હશે. પણ હા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. મીઠાઈ ખાધા પછી આ જ્યુસ પીવાથી શુગર લેવલ જળવાઈ રહે છે. તેને બનાવવા માટે તમારે કોબી, પાલક, કાકડી, લીંબુનો રસ અને રોક સોલ્ટની જરૂર પડશે. આ માટે સૌપ્રથમ તમામ શાકભાજીને ધોઈને તેના નાના-નાના ટુકડા કરી લો. આ પછી તેને મિક્સરમાં નાખીને પીસી લો. હવે તેને ગાળીને તેમાં લીંબુનો રસ અને રોક સોલ્ટ નાખો. 



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon