હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા વિશાલભાઇ નરેન્દ્રભાઇ ત્રિવેદીએ હળવદ પોલીસને બાતમી આપી હતી કે આરજે-04-સીએ-5715 નંબરની સ્વીફ્ટ ડિઝાયર કારમાં ક્રૂરતાપૂર્વક ઘેટાં ભરીને લઈ જવામાં આવી રહ્યા છે.
એથી પોલીસે મોરબી ચોકડી નજીક વોચ ગોઠવી ઉપરોક્ત કારને અટકાવી તલાશી લેતા આરોપી રહેમાનખાન નેકુખાન, રહે.રાજસ્થાન, જબરૂદીન રેશમખાન અને ભવરેખાન ઈશેખાન( ત્રણેય રહે.રાજસ્થાન) વાળાની ગાડીમાંથી પાંચ ઘેટાં કિંમત રૂ. 10 હજાર તેમજ સ્વીફ્ટ કાર કિંમત રૂ. 2 લાખ મળી કુલ રૂ. 2.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ પશુ પ્રત્યે કૂરતાં આચરવા સબબનો ગુનો નોંધી તમામ ઘેટાઓને હળવદ પાંજરાપોળમાં મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે.