છોટાકાશી ગણાતા હળવદ શહેર ના શરણેશ્વર મહાદેવ ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે ત્યારે આગામી સોમવારે માગશર માસનું મહા આદ્રા નક્ષત્ર હોય આ ખૂબ જ મહત્વ ના દિવસે શહેર ના તમામ શિવભક્તો દ્વારા શિવ મહાપુજા, મહા આરતી તેમજ શિવ મહિમસ્તોત્રનું આયોજન કરવામાં આવ્યું છે જેની ભુદેવો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.
આગામી 16 ડિસેમ્બર અને જોગાનુંજોગ સોમવાર હોય આ દિવસે માગશર માસનું મહા આદ્રા નક્ષત્ર છે ત્યારે આ દિવસે શિવ પૂજન નું મહત્વ વિશેષ હોય છે અનેક શિવભક્તો આ દિવસે શિવ મંદિરે પહોંચી શિવ પૂજન કરતા હોય છે ત્યારે છોટાકાશી હળવદ ખાતે આવેલા શરણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્ય માં દિવસ દરમિયાન સમૂહ શિવ પૂજન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે શિવ ઉપાસકો ના જણાવ્યા મુજબ આ દિવસે ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા બ્રહ્મા વિષ્ણુએ કરી હતી એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ હોય જેથી આ દિવસે શિવ પૂજન નું મહત્વ છે.
ઘરે પણ શિવ પૂજન કરવાથી લાભ…
જાણીતા શિવ ઉપાશક નરેશભાઈ શાસ્ત્ર્રીના જણાવ્યા મુજબ, સોમવારે માગસર માસના આદ્રા નક્ષત્રમા મંદિરમાં ના જઈ શકો તો પોતાના ઘરે પણ 11,21,51, કે 108 દીપ પ્રગટાવવા થી પુણ્ય મળે છે.સાથે એક સો મહાશિવરાત્રી ની પૂજા જેટલું જ પુણ્ય ફ્ક્ત આ દિવસે શિવ પૂજા કરવા થી મળે છે