હળવદ તાલુકાના રાયધ્રા ગામે માદક પદાર્થ પોષડોડાનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે દરોડો પાડી એક વૃદ્ધને 11 કિલો પોષડોડા તેમજ મોબાઈલ અને ત્રાજવા સાથે ઝડપી લઈ એનડીપીએસ એક્ટ મુજબ હળવદ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામે માદક પદાર્થ પોષડોડાનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે આરોપી મૈયાભાઈ ઉર્ફે પટેલ ગાંડાભાઈ પરસાડીયા ઉ.66 નામના વૃદ્ધને 11.328 કિલોગ્રામ પોષડોડા માદક પદાર્થ, કિંમત રૂપિયા 33,984 સાથે એસઓજી ટીમે ઝડપી લઈ એક વજન કાંટો તેમજ એક મોબાઇલ ફેન મળી કુલ રૂપિયા 33,984 સાથે ઝડપી લઈ હળવદ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.