હળવદ પંથક ના માનસર ગામે સમગ્ર જિલ્લામાં સૌ પ્રથમ આધુનિક અને ખાનગી ટ્રસ્ટ દ્વારા આયોજીત રૂ. 20. લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનો લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં મુખ્ય અતિથિ તરીકે જે. એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી,તાલુકા વિકાસ અધિકારી હળવદ સહિત તમામ ગ્રામ્યજનો અને શાળા ના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.રાજ્ય સરકાર દ્વારા શાળાઓ માં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ ને શાળા માં ભોજન મળે તેવી વ્યવસ્થા ના ભાગ રૂપે વિવિધ સરકારી આંગણવાડીઓ તૈયાર કરાઈ છે ત્યારે હળવદ તાલુકા માં આવી કુલ 140 જેટલી આંગણવાડીઓ આજે કાર્યરત છે પરંતુ તાલુકા ના માનસર ગામે આવેલી સરકારી આંગણવાડી જર્જરિત થતા આ જગ્યા એ ગામ નું એલ. એસ. ગોહિલ ફાઉંડેશન દ્વારા ગામ ના ભૂલકાઓ માટે અત્યાધુનિક અને જિલ્લા ની સૌ પ્રથમ એવી આંગણવાડી નો લોકાર્પણ કાર્યકેમ યોજાયો હતો
આ પ્રસંગે માનસર ગામના વતની અને અગ્રણી ઉદ્યોગપતિ એવા ગટોરભાઈ ગોહિલ, મેનેજિંગ ડિરેક્ટર, એલ. એસ. ગોહિલ ફાઉંડેશન,એમ. કે. સિંધવ, તાલુકા વિકાસ અધિકારી, હળવદ તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય,સરપંચ તેમજ ગ્રામ વિકાસ સમિતિના સભ્યો અને આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે એલ. એસ. ગોહિલ ફાઉંડેશન દ્વારા માનસર ગામે રૂ. પાંચ કરોડ કરતાં વધુના ખર્ચે પાણીની વિતરણ વ્યવસ્થા, સિવેજ લાઇન્સ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્વિપિંગ મશીન, સીસીટીવી કેમેરા સહિતની અદ્યતન સુવિધાઓથી ગામને સજ્જ કરવામાં આવ્યું છે.